Rajkot News: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ (Rajkot Gaming Zone Fire Tragedy) ને લઈને સરકારી અધિકારીઓની બેદરકારી અને નિષ્કાળજીની પરંપરાના એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. તેમા પણ હવે સરકારી અધિકારીઓએ ગેમિંગ ઝોનમાં પાર્ટી ઉજવી હતી તેની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.
પ્રવીણ મીણાએ 2022માં તેમની બર્થડે પાર્ટી ટીઆરપી ગેમિંગ ઝોનમાં ઉજવી હતી. આ બર્થ ડે પાર્ટીમાં બધા અધિકારીઓ હાજર રહ્યા હતા. ગેરકાયદેસર રીતે ધમધમતા ગેમિંગ ઝોનમાં સરકારી અધિકારીઓ જ બર્થ ડે પાર્ટી ઉજવતા હોય તો પછી કોની મજાલ છે કે તેની સામે આંખ ઊંચી કરી શકે. સરકારી અધિકારી મહેરબાન પછી મંજૂરીની શી જરૂર, લાઇન્સસની શી જરૂર, એનઓસીની શી જરૂર, ફક્ત તેમની હાજરી જ પૂરતી છે.
આ જોતાં તો ગેરકાયદેસર રીતે ખૂલેલું કોઈપણ ગેમિંગ ઝોન નિયમોનો ધજાગરો કાઢીને ચલાવે અને ફક્ત તેમા સરકારી અધિકારીઓને આ રીતે એક વખત બોલાવી લે પછી તેણે કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કરવાની ચિંતા કરવાની જ નહી. તેથી સવાલ તો એ ઉઠે છે કે શું રાજ્યમાં દરેક સ્થળે આ જ ચાલતું હશે.
આ ફક્ત રાજકોટની વાત થઈ અને તે પણ એટલા માટે બહાર આવી કે અહીં અગ્નિકાંડ થયો છે. હવે બીજે બધે આ જ પ્રકારનુ ચાલતું જ હશેને. ટૂંકમાં જ્યાં સુધી કોઈ દુર્ઘટના થાય નહીં ત્યાં સુધી નિયમોના ધજાગરા આમ જ થતાં રહેશે. આ પ્રકારના અધિકારીઓના પાપે નિર્દોષ લોકોને બલિ ક્યાં સુધી લેવાતો રહેશે. મજા માણવા આવેલા લોકોને સજા ક્યાં સુધી મળતી રહેશે.
રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં અધિકારીઓ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેનો ફોટો TRP ગેમિંગ ઝોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ત્યારે આ ચારેય અધિકારીઓએ ગેમિંગ ઝોન માટે જરૂરી પરવાનગી લીધી ન હોવાની વાતને નજર અંદાજ કરી હતી. જો તે સમયે સત્તાવાળાઓએ ગેમિંગ ઝોન માટે જરૂરી પરવાનગીઓ લેવાના આદેશ આપ્યા હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટનામાંથી બધાને બચાવી શકાયા હોત.
ગેમિંગ ઝોનની શરૂઆત વર્ષ 2021માં કરવામાં આવી હતી, હવે જ્યારે તેમાં આગ લાગી હતી અને 28 લોકોના મોત થયા હતા, ત્યારે ગેમિંગ માટે ફાયર એનઓસી ન લેવાની હકીકત સામે આવી છે. ઝોન પ્રકાશમાં આવ્યો છે પરંતુ વિવાદ એ વાતથી શરૂ થયો હતો કે પોલીસે વર્ષ 2023માં ગેમિંગ ઝોન માટે લાયસન્સ આપ્યું હતું અને સમયસર રિન્યુ પણ કરાવ્યું હતું. પોલીસે ગેમિંગ ઝોનને પરવાનગી આપતા પહેલા ફાયર વિભાગનો અભિપ્રાય કેમ ન લીધો?
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે પોલીસે આર એન્ડ બી વિભાગના હેતુથી પરવાનગી આપી હતી અને તે સમયે પરવાનગી માટે સબમિટ કરેલા દસ્તાવેજમાં ફાયર સેફ્ટી માટેનું બિલ મૂક્યું હતું . ગેમિંગ જ્હોનને જરૂરી ફાયર સેફ્ટી સાધનો ઈન્સ્ટોલ કરાવવાના હતા, જે તેણે ઈન્સ્ટોલ કરાવ્યા ન હતા અને ફાયર NOC માટે અરજી કરી ન હતી.
આ પણ વાંચો: આવા અકસ્માતો થતા રહે છે…જ્યારે રાજકોટ ગેમ ઝોનના માલિકે કોર્ટમાં હસવા લાગ્યો..
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાને લોકો જીવતા ભૂંજાયા
આ પણ વાંચો:અમદાવાદના આ ગેમ ઝોનના સંચાલકો વિરૂદ્ધ નોંધાશે ગુનો
