Not Set/ સરકારની નીતિઓ જ અર્થતંત્રને ઘાતક બનાવી રહી છે? શું વેપાર અહી ગુનો સાબિત થઇ રહ્યો છે ?

દેશમાં અસંતોષ આક્રોશમાં પરિણમી રહ્યો છે. ક્યાંક CAA નો વિરોધ છે તો ક્યાંક NRP નો તો ક્યાંક મોંઘવારીનો તો ક્યાંક વિધાર્થીઓ પાંખ કારણ વિના આમને-સામને લાકડીઓ લઇ રહી છે. રેલીઓ અને આંદોલનો રોજનો હિસ્સો બની રહ્યા છે. હમણાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ એ બંધ નું એલાન આપ્યું હતું. અને હજુ પણ બેંક ના કર્મચારીઓ અચોક્કસ […]

Uncategorized
rina brahmbhatt1 સરકારની નીતિઓ જ અર્થતંત્રને ઘાતક બનાવી રહી છે? શું વેપાર અહી ગુનો સાબિત થઇ રહ્યો છે ?

દેશમાં અસંતોષ આક્રોશમાં પરિણમી રહ્યો છે. ક્યાંક CAA નો વિરોધ છે તો ક્યાંક NRP નો તો ક્યાંક મોંઘવારીનો તો ક્યાંક વિધાર્થીઓ પાંખ કારણ વિના આમને-સામને લાકડીઓ લઇ રહી છે. રેલીઓ અને આંદોલનો રોજનો હિસ્સો બની રહ્યા છે. હમણાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓ એ બંધ નું એલાન આપ્યું હતું. અને હજુ પણ બેંક ના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પાડવાના છે. અગાઉ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર હતા. જો કે, આ હડતાલો તેમની સમસ્યાઓ કે કેડરની કે પગારની વિસંગતતા માટે હોય છે. પરંતુ અહી અસલમાં મુદ્દો સમાજમાં વસતા તેવા લોકો ને સ્પર્શતો છે કે તેઓ આંદોલનો કે હડતાલ કરે તો પણ કોની સાથે અને ક્યાં કરે? કેમ કે તેઓ તો સમસ્યાઓના અંબાર વચ્ચે ઘેરાયેલા છે. રોજગારી, બેકારી અને મોંઘવારી વચ્ચે તેઓ સતત પીસાઈ રહ્યા છે. અને બીજો વર્ગ છે વેપારીઓનો કે જેમને મંદી અને મલ્ટીનેશનલ કંપનીઓ તેમના ધંધા વચ્ચે નડી રહી છે.

અને અધૂરામાં પૂરું નોટબંધીનું ભૂત આવક વેરા દ્વારા ફરી જગાડાયું છે. કહેવાનો મતલબ છે કે, નોટબંધી આમ પણ ફારસરૂપ સાબિત થઇ છે. ના તો તેના થી કોઈ કાળું નાણું ખાસ પકડાયું , ના કોઈ ખાસ દેખીતો ફાયદો થયો. અને લોકોને જ્યાં માંડ કળ વળી ત્યાં આઈટી વિભાગે આ વર્ષના અંતમાં સપાટો બોલાવ્યો છે. અને ખાસ તો શકના દાયરામાં રહેલ સોનીઓ સામે લગભગ કરોડો રૂપિયાની નોટીસો અને હાઈપીચ ડીમાંડ કાઢી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશભરમાં આ પ્રકારે કરોડો રૂપિયાની હાઈપીચ ડીમાંડ વ્યાજ, પેનલ્ટી સાથે કાઢવામાં આવી છે.

ત્યારે આ ડીમાંડ કરોડો રૂપિયાની હોઈ ભારે હોબાળો મચ્યો છે. કેમ કે આ ડીમાંડ ના ઘણા ખરા કેસોમાં બેન્કના તમામ ટ્રાંજકશનને નફો ગણી કાઢવામાં આવ્યો છે. તો ઘણા ખરા કેસીસ માં વકરાને નફો ગણી કરોડો રૂપિયા ની હાઈપીચ ડીમાંડ કાઢવામાં આવી છે. ત્યારે વેપારીઓમાં ભારે હતાશા અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

આ બધી કવાયત નોટબંદી દરમ્યાનના વ્યવહારોની છે. પરંતુ જ્યાં આજે પણ નોટબંદી પછી ૧૦ લાખ કેશ જમા કરાવનારા લોકો પર તવાઈ લાવવામાં આવી છે, ત્યારે કેટલાક સવાલો નિરુત્તર છે. પહેલો તો એ જ કે, કોઈ તેવા વ્યવસાયમાં સંકળાયેલ હોય કે જેમને માટે ૧૦ કે ૨૦ લાખ કે તેથી પણ વધુ ના નાણા રોજનો વકરો હોય તો તેઓ કેશ જમા ના કરાવે તો શું કરે પણ? આવી વ્યવસ્થા જ લોકોને વધુ ગેરરીતી ઓ તરફ ધકેલે છે. કેમ કે, ધંધો કરવો તે કોઈ પણ દેશમાં કદાપી ગુનો ના હોય. અને આવી લીમીટ બાંધવાથી લોકોના ધંધા વેપાર તો ઠપ થાય જ પરંતુ લોકો એ ના છૂટકે ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓ તરફ પણ જાણે અજાણે ધકેલાય છે.

કેટલાય વેપાર ધંધા તેવા હોય છે કે, જેમાં માર્જીન ૦.૧૦ જેટલો જ હોય પરંતુ વકરો બહુ મોટો થતો હોય છે. હોલસેલ ના વેપારમાં તો મોટાભાગે આવું જ હોય, બેન્કિંગ વ્યવસાયમાં પણ આવું જ હોય છે. તેમજ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ માં પણ આવું જ હોય છે. મતલબ કે નેચર ઓફ બિઝ્નેસ મુજબ પૈસાની લેવડ દેવડ રહેતી હોય છે. તેવામાં આઈટી ના આવા પગલા લોકો માટે ઘાતક નીવડી રહ્યા છે. લોકો એટલે કે ખાસ તો વેપારીઓ તેવો અહેસાસ કરી રહ્યા છે કે, તેઓ વેપાર નહિ પરંતુ ગુનો આચરી રહ્યા છે.આઈટી વિભાગ હોય કે, વેચાણ વેરા ખાતું કે પછી જીએસટી ની માથાકૂટ હોય પરંતુ વેપાર ધંધા માટે આ કાયદાઓ અનુકુળ અને સહકારપૂર્ણ ન હોય તો તેની અસર વેપાર ધંધા પર અવશ્ય નડે છે. બીજું અહી મહત્વનું પાસું તે છે કે, લોકો જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે કે, હેરાનગતિ ભોગવવાનો વારો નાના કે સામાન્ય ગજા ના લોકોને જ આવી રહ્યો છે. બેન્કોને કરોડોનો ચૂનો લગાવનારા લોકોના નામો હજુ પણ ડે બાય ડે ખુલતા જઈ રહ્યા છે. અને આ લીસ્ટ ઓલરેડી ઘણું લાંબુ છે. વળી નોટબંદી સમયે પણ કોઈ એ કોઈ નેતાઓને ક્યાય લાઈનમાં ઉભા રહેલા નથી જોયા. નેતાઓ તો નેતાઓ પણ કોર્પોરેટર પણ આ લાઈનમાં ક્યાય નોતા.

તો શું તેમના પાસે જૂની નોટો જ નોતી. સામાન્ય લોકો જ ૨ કે ૪ હજાર બદલવા લાઈનમાં કલાકોના કલાકો ઉભા રહ્યા હતા. આ સમયની હાલાકી ની વિગતો ઘણી મોટી છે. પરંતુ અહી કહેવાનો આશય છે કે, વેપારી આલમમાં ફફડાટ છે. અને વળી તે વાતમાં સો ટકા તથ્ય છે કે, ક્યાં કાયદા માં વકરાને નફો ગણી આવી ડીમાંડ ફટકારવાની જોગવાઈ હોય? અને અગર આવી જોગવાઈ હોય તો તે ભારે અન્યાયી ગણી શકાય? જે લોકો ૨ કે ૫ લાખ માંડ કમાયા હોય તે લોકો આવા કરોડો ક્યાં થી લાવી ભરે ? શું વેચાઈ જાય ? શું તે ધંધો જ ના કરે? તેમના એકાઉન્ટ પર તવાઈ લવાય તો તેનો મતલબ શું કે તેઓ એ ભિખારી થઇ જવાનું? જેવા અણિયાળા સવાલો તો ઉભા જ છે. અને આનો જવાબ કોઈ સરકાર કે સરકારના કોઈ ખાતા પાસે નથી.

અંધેરી નગરી જેવા વ્યવહારો એ જ આજે દેશના અર્થતંત્રને મોટો ફટકો પહોચાડ્યો છે. કેમ કે એક તરફ મંદી ને મોંઘવારી છે અને બીજી તરફ સરકારની આકરી નીતિ ઓ છે. તો વેપારીઓ ને જ્યાં સહયોગની અપેક્ષા હોય ત્યાં આવી સ્થિતિ ઉભી થાય તો વેપારીઓ વેપાર કરે કે ખોટી ઉલઝનો માં ફસાયેલા રહે?

વધુ માં પાછલા કેટલાક સમયથી આર્થિક સુસ્તીના કારણે બઝારમાં હતાશાનો માહોલ છે. દેશની અર્થ વ્યવસ્થા મંદી ના ભંવરમાં ફસાતી જઈ રહી છે. આ અંગે પ્રાપ્ત આંકડાઓ મુજબ, ૨૦૧૮-૧૯ માં પ્રતિ વ્યક્તિ માસિક આવક લગભગ ૧૦૫૩૪ જેટલી હતી. પરંતુ અગર દેશનો જીડીપી ૫ % થી વધશે તો ૫૨૬ રૂપિયા અને ૪ % થી વધશે તો ૪૨૧ રૂપિયા જેટલી પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવકમાં વધારો થઇ શકે છે. મતલબ કે ૧ % પણ ગિરાવટ થાય તો વાર્ષિક ૧૨૬૪ રૂપિયા ની આવકમાં ઘટાડો થશે. વધુમાં ૨૦૨૦ માં પણ જો વિકાસ દર ૫ % સુધી જ આગળ વધશે તો ભારતની સ્થિતિમાં ખાસ કોઈ સુધારો નહિ થાય. મતલબ લોકોની આર્થિક સ્થિતિ , મોંઘવારી કે બેકારીમાં ખાસ કોઈ સુધારો નહિ થાય. ત્યારે આખરે અહી કહેવાનો મતલબ તે જ છે કે, સરકારની નીતિઓ જ અર્થતંત્ર માટે ઘાતક નીવડી રહી છે.

@પત્રકાર – કટાર લેખક રીના બ્રહ્મભટ્ટ……………

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.