Not Set/ સરકારી અધિકારીનો છબરડો… 18 મિલિયન એટ્લે 18 લાખ…?

રાજય કક્ષાના સ્વાતંત્ર દિવસ ની ઉજવણી આ વર્ષે રાજયના પછાત એવા આદિવાસી વિસ્તારમાં થઈ રહી છે.  15 ઓગસ્ટ પૂર્વ સંધ્યાએ નસવાડીની એકલવ્ય તીરન્દાજી એકેડેમીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા એક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.  આ ચેક 18 લાખની રકમ નો આપવામાં આવ્યો હતો.  જેમાં આંકડામાં તો રકમ બરાબર લખવામાં આવી હતી. પરંતુ શબ્દોમાં આ રકમ […]

Top Stories Gujarat Politics

રાજય કક્ષાના સ્વાતંત્ર દિવસ ની ઉજવણી આ વર્ષે રાજયના પછાત એવા આદિવાસી વિસ્તારમાં થઈ રહી છે.  15 ઓગસ્ટ પૂર્વ સંધ્યાએ નસવાડીની એકલવ્ય તીરન્દાજી એકેડેમીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા એક ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.  આ ચેક 18 લાખની રકમ નો આપવામાં આવ્યો હતો.  જેમાં આંકડામાં તો રકમ બરાબર લખવામાં આવી હતી. પરંતુ શબ્દોમાં આ રકમ લખવામાં તંત્ર દ્વારા બહુ મોટો છબરડો કરવામાં આવ્યો છે.

ચેકમાં શબ્દો માં  આ 18 લાખના સ્થાને 18 મિલિયન એમ લખવામાં આવ્યું હતું. 1 મિલિયન એટ્લે 10 લાખ થાય. હવે એ હિસાબે આ ચેક 18લાખના સ્થાને 1.8 કરોડનો થઈ જાય છે.

આ ચેક પર છોટાઉદેપુર જિલ્લાના રમતગમત  અધિકારી એલ બી ચૌધરીના હસ્તાક્ષર પણ છે. હવે  પ્રશ્ન એ છે કે આ અધિકારીને આંકડામાં સમજ નથી પડી રહી કે પછી મિલિયન માં સમજ નથી પડી..?

જે હોય તે… પણ,  વિજયભાઈ રૂપાણીએ તો ચેક સાથે પોતાનો ફોટો પડાવી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.