Political/ Covid-19 અને લોકડાઉનનાં કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરે સરકાર: ફારૂક અબ્દુલ્લા

સરકાર પર આકરા પ્રહારો કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, સરકાર માટે જરૂરી છે કે, તે #Covid19 અને લોકડાઉનનાં કારણે થયેલા નુકસાનની ભરપાઇ કરે.

India
PICTURE 4 112 Covid-19 અને લોકડાઉનનાં કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરે સરકાર: ફારૂક અબ્દુલ્લા

દેશમાં કોરોનાની ગતિ મંદી તો પડી જ છે પરંતુ આ વાયરસે આપણા દેશની આર્થિક સ્થિતિને પૂરી રીતે પ્રભાવિત કરી છે. એક તરફ કોરોનાનો પિક ટાઇમ હતો ત્યારે વડા પ્રધાન મોદી દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે આજે પરિસ્થિતિ એવી છે કે લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર થઇ ગયા છે. જ્યારે ઘણા ઉદ્યોગો અને નાના દુકાનદારો પર તેની ખરાબ અસર થઇ છે. આ મુદ્દે હવે નેશનલ કોન્ફરન્સનાં સર્વેસર્વા કહેવાતા ફારૂક અબ્દુલ્લાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

સરકાર પર આકરા પ્રહારો કરતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, સરકાર માટે જરૂરી છે કે, તે #Covid19 અને લોકડાઉનનાં કારણે થયેલા નુકસાનની ભરપાઇ કરે. મારા રાજ્યમાં પર્યટન ક્ષેત્ર, ઉદ્યોગ, દુકાનદારો પીડિત છે, અહી ઘણી ગરીબી છે. વચનો અપાયા હતા કે 50 હજાર નોકરી આપવામાં આવશે – પરંતુ એક પણ નોકરી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, પહેલાથી જ ખરાબ સ્થિતિમાં રહેલી આપણા દેશની અર્થિક સ્થિતિને કોરોનાવાયરસ અને બાદમાં તેના પર કાબુ મેળવવાનાં નામે લોકડાઉન લાગુ કરવાથી બહુ જ ખરાબ અસર થઇ છે. જેને લઇને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર સવાલો ઉઠાવતા રહ્યા છે. હવે નેશનલ કોન્ફરન્સનાં સાંસદ ફારૂક અબ્દુલ્લાએ પણ આ મામલે સરકારને બાનમાં લીધી છે. જોવાનું રહેશે કે કોરોનાવાયરસ અને બાદમાં લાગુ કરવામા આવેલા લોકડાઉનથી સર્જાયેલી સ્થિતિને દૂર કરવામાં સરકાર શું પગલા ભરે છે.

Chamoli / ઉત્તરાખંડમાં હજુ પણ 13 ગામો સંપર્ક વિહોણા, 35 લોકો ટનલમાં ફસાયેલા : ગૃહમંત્રી અમીત શાહ

કૃષિ આંદોલન / ટ્રેક્ટર રેલી પર કરેલા ટ્વીટને લઇને શશી થરૂર અને વરિષ્ઠ પત્રકારોને SC એ આપી રાહત

Political / ગુલામ નબીને વિદાય આપતી વખતે વડા પ્રધાનની આંખો પણ થઈ ભીની, કહ્યું….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ