ગુજરાત/ TRP ગેમઝોન મામલે સરકારનું કડક વલણ અધિકારીઓ પર તવાઈ, બદલી અને સસ્પેન્ડના આદેશ

TRP ગેમઝોનમાં આજે વધુ એક ચોંકાવાનારી માહિતી સામે આવી છે. વર્ષ 2022માં TRP ગેમઝોનમાં અધિકારીઓ બર્થ ડે પાર્ટીની ઉજવણી કરતી હોવાની તસવીરો મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Top Stories Gujarat Rajkot
Beginners guide to 2024 05 28T145716.255 TRP ગેમઝોન મામલે સરકારનું કડક વલણ અધિકારીઓ પર તવાઈ, બદલી અને સસ્પેન્ડના આદેશ

રાજકોટ : TRP ગેમઝોનમાં આજે વધુ એક ચોંકાવાનારી માહિતી સામે આવી છે. વર્ષ 2022માં TRP ગેમઝોનમાં અધિકારીઓ બર્થ ડે પાર્ટીની ઉજવણી કરતી હોવાની તસવીરો મીડિયામાં વાયરલ થઈ રહી છે. TRP ગેમઝોનમાં એક ઉચ્ચ અધિકારીની બર્થ ડે સેલિબ્રેશન થઈ રહ્યું હતું. જેમાં મોટાપાયે ઉચ્ચકક્ષાના અધિકારીઓએ હાજરી આપી હતી. આ તસવીરો બતાવે છે કે આ ગેમઝોન અધિકારીઓ અને રાજકીય નેતાઓની રહેમનજરે ચાલતો હોઈ શકે છે. સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા આ ફોટોમાં દિગ્ગજ અધિકારીઓ બુકે સાથે નજરે છે. વાયરલ થયેલ વીડિયોમાં એક સમયના રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ , એસપી બલરામ મીના , મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા , ડીસીપી ઝોન-1 પ્રવિણ મીના નજરે પડે છે.

TRP ગેમઝોન અગ્નિકાંડ 28 લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. વાયરલ તસવીરોમાં પ્રવિણ મીણાની બર્થ ડે પાર્ટીની શાનદાર ઉજવણી થઈ રહી હોવાનું દેખાય છે. વર્ષ 2022માં TRP ગેમઝોનમાં પ્રવીણ મીણાની બર્થ ડે ઉજવાઇ રહી હતી. મીણાની બર્થ ડે પાર્ટીમાં અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ મામલે IPS અધિકારી રાજૂ ભાર્ગવના ફોટો વાયરલ થયા હતા. રાજુ ભાર્ગવ ગેમઝોનમાં મજા માણતા હોવાનું નજરે પડે છે. બર્થ ડેનું સેલિબ્રેશન કરતા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અધિકારીને લોકો નિશાન બનાવી રહ્યા છે. આ બર્થે ડે સેલિબ્રેશનમાં રાજુ ભાર્ગવ સાથે PI પણ નજરે પડે છે.

રાજ્યમાં TRP ગેમઝોન અગ્નિકાંડ ઘટનાના મોટા પડઘા પડ્યા છે. રાજકોટના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બજારો બંધ રાખ્યા હતા તેમજ વકીલોએ પણ ન્યાયના ઉદેશ્યને પગલે આ કેસ હાથમાં લેવાની ના પાડી હતી.

નોંધનીય છે કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો અત્યારે મીડિયાની હેડલાઈન બન્યો છે. આ ઘટના ગત અઠવાડિયે શનિવારનો રોજ બનવા પામી હતી. જેમાં 28 જેટલા લોકો બળીને ખાખ થઈ ગયા. ગેમઝોન અગ્નિકાંડ ઘટનામાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે વધુ મૃતકોની DNA ટેસ્ટથી ઓળખ કરવામાં આવશે. ગેમઝોનમાં આગની ઘટનામાં લોકો એટલી હદે બળી ગયા છે તેમને ઓળખવા મુશ્કેલ બન્યા છે. આથી મૃતદેહને ઓળખવા DNAની મદદ લેવામાં આવી રહી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે આ ગેમઝોનના દુર્ઘટના સ્થળની તત્કાલ મુલાકાત લીધી હતી. જેના બાદ જવાબદારોને છોડવામાં આવશે નહિ અને કડક પગલાં લેવાશે તેવા આદેશ આપ્યા હતા. આ ગેમઝોન મંજૂરી વગર શરૂ કરાયો હોવાનું સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. આ ઘટનામાં રાજ્ય સરકાર પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરતા સસ્પેન્ડ અને બદલીના આદેશ આપ્યા છે.

જણાવી દઈએ કે રાજ્ય સરકારે રાજકોટ અગ્નિકાંડ મામલે સરાહનીય પગલું લીધું છે. રાજ્ય સરકારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ સહિત જોઈન્ટ કમિશ્નર અને ડીસીપીની બદલીઓ કરી છે. આ સાથે રાજ્યમાં હોબાળો મચાવનાર TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ મામલે SITની રચના કરવામાં આવી છે. હત્યાકાંડમાં મૃતકોને ન્યાય અને દોષિતોને સજા મળે માટે ગુજરાત હાઈકોર્ટમાં તત્કાળ સુનાવણી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી