Not Set/ ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન બન્યું તીવ્ર, ઠેર ઠેરથી આંદોલનકારીઓ પહોચી રહ્યા છે ગાંધીનગર

ગુજરાત પોલીસને ગ્રેડ પે વધારવા માટે સરકાર સામે પોલીસ કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા હતા પરંતુ હવે પોલીસના ગ્રેડ પે ના મુદ્દા ઉપર પોલીસ સ્ટાફ અને તેમનો પરિવારજનો મેદાનમાં આવી ગયા છે.

Top Stories Gujarat

ગુજરાત પોલીસને ગ્રેડ પે વધારવા માટે સરકાર સામે પોલીસ કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારીઓ આંદોલન કરી રહ્યા હતા પરંતુ હવે પોલીસના ગ્રેડ પે ના મુદ્દા ઉપર પોલીસ સ્ટાફ અને તેમનો પરિવારજનો મેદાનમાં આવી ગયા છે.

મંગળવારે ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી પર હાજર છે અને તેઓ પોતાના પરિવાર સાથે ગ્રેડ પે માટે લડત આપી રહ્યા છે. પોલીસ આંદોલનને રાજકીય સપોર્ટ પણ મળ્યો છે, જેના કારણે ઉપવાસ છાવણી પર અનેક રાજકીય કાર્યકરો હાજર રહીને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોનો ઉત્સાહ વધારી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ હવે પોલીસ આંદોલનના સપોર્ટમાં આવી ગઈ છે.

આપ નેતા ઇસુદાન ગઢવી સત્યાગ્રહ છાવણી ખાતે પહોચી ગયા છે. જયારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગ્રેડ પે મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ઉજાગરા કરતા સિપાહીએ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ખાખી વર્ધીના અધિકારીઓએ પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો છે. કોંગ્રેસ આ આંદોલનને સમર્થન કરે છે. સામાન્ય માણસ ભયની નીચે ઠર ઠર કાંપે છે સરકાર પોલીસ સાથે પટાવાળાની નોકરીની અપેક્ષા સાધી રહી છે. અમે પોલીસના મુખે સાંભળ્યું કે અમે પોલીસ છીએ પટાવાળા નહિ. સરકાર સમાન કામ સમાન વેતનની વાત સ્વીકારે તેવું પણ તેમણે જણાવ્યું છે.

 

 

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું છે કે, સરકાર પોલીસને પટાવાળા સમજી આંદોલનને કચડવાના પ્રયાસ કરશે. મંગળવારે વિધાનસભા ખાતે બેઠેલ આંદોલનકારીની અટક કરી હતી. એક હાર્દિકને કચડી નાખશો તો તેવા હજાર હાર્દિક ઊભા થશે તેમની માંગણીને ટેકો આપવા માટે રાત્રે ગયો હતો. કોંગ્રેસ પક્ષ આ આંદોલનમાં સાથે રહેશે.

જીગ્નેશ મેવાણીએ પણ ટ્વીટ કરીને પોલીસ આંદોલનને સપોર્ટ કર્યો છે.

સોમવારે પોલીસનો ગ્રેડ-પે વધારાને લઇને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ માંગ કરી છે. જેણે સચિવાલય ખાતે પોતાની નોકરીની પૂરી કરી પ્રતિબંધિત એરિયામાં ધરણા કર્યા હતા. અને પોલીસ દોડતી થઇ ગઈ હતી. બાદમાં ઉચ્ચ કક્ષાએથી આદેશો મળતા મને કમને પણ ફરજના ભાગરૂપે હાર્દિકની અટકાયત કરી એલસીબી કચેરી લઈ જવાયો હતો. જેનાં પગલે પોલીસના ધાડેધાડાં એલસીબી કચેરી ઉતરી આવ્યા હતા. સ્થિતિ વણસતિ દેખાતાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને એલસીબી કચેરી ખાતે પહોંચી જવા માટે આદેશો પણ વહેતા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હાર્દિકને છોડી મુકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાં મળતો પોલીસનો ગ્રેડ પે 4200 જ્યારે પગાર 9 હજાર 300થી 34,800 છે. ગુજરાત રાજ્યમાં મળતો ગ્રેડ પે 1800 અને પગાર 5200થી 20, 200 છે. પોલીસ કોન્સ્ટેબલનો 2800 ગ્રેડ-પે થાય છે. હેડ કોન્સ્ટેબલનો 3600નો ગ્રેડ-પે થાય છે. ASIનો 4,200 નો ગ્રેડ-પે થાય છે. આ ઉપરાંત, અંગ્રેજોના સમયથી રૂપિયા 20 સાઇકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે.