Gujarat/ રોકાણ અને પ્રવાસનને વેગ આપવા માટે ભવ્ય કોન્કલેવનું કરાયું આયોજન

અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા સ્થપાયેલા ગુજરાતી એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા અને ન્યૂયોર્ક કોન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ચ્યુઅલ કોન્કલેવનું આયોજન કરાયું હતું. ગુજરાત કોન્કલેવ ઇન્વેસ્ટમેન્ડ ટુરિઝમ

Top Stories NRI News
pravasan રોકાણ અને પ્રવાસનને વેગ આપવા માટે ભવ્ય કોન્કલેવનું કરાયું આયોજન

અમેરિકામાં વસતા ગુજરાતીઓ દ્વારા સ્થપાયેલા ગુજરાતી એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા અને ન્યૂયોર્ક કોન્સુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા વર્ચ્યુઅલ કોન્કલેવનું આયોજન કરાયું હતું. ગુજરાત કોન્કલેવ ઇન્વેસ્ટમેન્ડ ટુરિઝમ પર 10મી જાન્યુઆરીએ વર્ચ્યુઅલ આયોજન કરાયું હતું.

ગુજરાત : રોકાણ અને પ્રવાસન

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
રાજ્યમાં રોકાણ અને પ્રવાસનને વેગ આપવા માટે કોન્કલેવનું આયોજન
ગુજરાતમાં રોકાણ અને પ્રવાસન ક્ષેત્રે અનેક તકો

રાજ્યમાં પ્રવાસ અને રોકાણની વિપુલ તકો રહેલી છે અને તેવામાં બિનનિવાસી ભારતીયોનો પણ જો સાથ મળી જાય તો રાજ્યમાં વધુ વિકાસ અને રોજગારીની તકો ઉભી થઇ શકે છે. બસ આ જ હેતુને સિદ્ધ કરવા માટે ગુજરાત કોન્કલેવ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ટુરિઝમ પર 10મી જાન્યુઆરીએ વર્ચ્યુઅલ મીટનું આયોજન કરાયું,

ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશને સમગ્ર આયોજનને લઇ ગુજરાત સરકાર અને ઇન્ડિયન કોન્સુલેટ ન્યૂયોર્કનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આહવાન કર્યું હતું કે વિદેશમાં વસતા ગુજરાતીઓ તથા ભારતીયો માટે ગુજરાતમાં વિપુલ તકો રહેલી છે.

ઉદ્યોગ ધંધા માટે ગુજરાતમાં વાઇબ્રન્ટ તકો
વિશાળ દરિયા કિનારો અને અદ્યતન પોર્ટ ફેસિલિટી
ફાર્મા અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે ગુજરાતનું નામ
પ્રવાસન ક્ષેત્રે પણ દેશનું અગ્રગણ્ય રાજ્ય
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ કચ્છનું રણ
વિશાળ દરિયા કિનારો અને રમણીય બીચ

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી પ્રવાસન ક્ષેત્રે પણ અનેક તકો બહાર આવી રહી છે. ગુજરાત પહેલા પોતાની ભાતીગળ સંસ્કૃતિ, યાત્રાધામ તથા કેટલાક નામી સ્થળોને કારણે પ્રખ્યાત હતું, જોકે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, સૌરાષ્ટ્રના રમણીય બીચ, ગિરનાર રોપવે તથા સાસણ ગીરની આગવી ઓળખથી ગુજરાત દેશ વિદેશમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કોન્કલેવની સફળતા માટે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ પણ અભિનંદન પાઠવ્યા હતા.

કોન્કલેવમાં આત્મનિર્ભર ભારત અંગે ચર્ચા
કોન્કલેવના હેતુને સિદ્ધ કરવા બિનનિવાસી ભારતીયોને આમંત્રણ

ગુજરાત સરકાર અને ન્યૂયોર્ક ખાતે આવેલી ઇન્ડિયન કોન્સુલેટ દ્વારા આ કોન્કલેવનું સંયુક્ત આયોજન કરાયું, જેમાં બિનનિવાસી ભારતીયોને ગુજરાતની શાંતિ, વિકાસ અને ગૌરવગાથામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું, આ કોન્કલેવમાં ઓહિયોના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ નિરજ અંતાણી, કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા, રણધીર જયસ્વાલ, અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ જો બિડેનના રાજકીય સલાહકાર અમિત જાની, અમેરિકન ટીવી હોસ્ટ અને રાઇટર ડેરલી ન્યૂમન, ટ્રાવેલ એન્ટરપ્રોન્યર શ્યૂ શેપિરો અને જેરિન્જર ગ્લોબલ ટ્રાવલેના સુઝેન જેરિન્જરે ભાગ લીધો હતો. તો આ તરફ ગુજરાતી એસોસિયેશન ઓફ નોર્થ અમેરિકા તરફથી ચેરમેન અંકર વૈદ્ય, ટ્રસ્ટી શ્રૃજલ પરીખ, ફાઉન્ડર જયેશ પટેલ, પ્રેસિડેન્ટ હરેશ શાહ, સેક્રેટરી સ્મિતા પટેલ અને બિપિન પટેલે ભાગ લીધો હતો.

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ – Conclave organised by GANA and FIA

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…