જમ્મુ-કાશ્મીર/ બારામુલ્લામાં CRPF અને પોલીસ પર ગ્રેનેડ હુમલો, જમ્મુમાં બે જવાન સહિત ત્રણ ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોનાં ઓપરેશનથી આતંકવાદીઓ ભડકી ગયા છે. શુક્રવારે અજાણ્યા આતંકવાદીઓએ બારામુલ્લા શહેરમાં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.

Top Stories India
જમ્મુ-કાશ્મીર

જમ્મુમાં ભારતીય સુરક્ષા દળોનાં ઓપરેશનથી આતંકવાદીઓ ભડકી ગયા છે. શુક્રવારે અજાણ્યા આતંકવાદીઓએ બારામુલ્લામાં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ અકસ્માતમાં બે સીઆરપીએફ જવાન અને એક પોલીસ જવાન ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ડ્રોન હુમલાની ઘટનાઓ વચ્ચે ભારતીય સેનાએ ખીણમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે, જેના કારણે આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરનાં અહેવાલો સમયાંતરે સામે આવે છે.

આ પણ વાંચો – કોરોનાની અસર / સાઉદી અરેબીયાએ નાગરિકોને આપી ચેતવણી, ભારત સહિત આ 16 દેશોની કરી મુસાફરી તો…

આ હુમલા વિશે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, બારામુલ્લા શહેરમાં ગ્રેનેડ હુમલો થતાં સીઆરપીએફનાં બે જવાન અને એક પોલીસ જવાન ઘાયલ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે 5 ઓગસ્ટ સુધી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયાને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો ખીણ અને દેશનાં અન્ય ભાગોમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીએ આ મામલે સુરક્ષા દળોને એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો – સારા સમાચાર / મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકોમાં સૌથી વધારે એન્ટિબોડીઝ બની, કેરળમાં સૌથી ઓછી, જાણો અન્યની સ્થિતિ

પ્રાપ્ત માહિતી અનુસાર, બારામુલ્લા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ હુમલાખોરોને શોધવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સીઆરપીએફ અને પોલીસ ટુકડી પર હુમલો ખાનપોરા બ્રિજ પર થયો હતો. ગ્રેનેડ ફેંકનારા આતંકીઓની ઓળખ થઈ શકી નથી, તેઓ હુમલો કર્યા બાદ તુરંત જ ભાગી ગયા હતા. હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.