Not Set/ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન થયું છે. 8 ડિસેમ્બરના રોજ, CDS બિપિન રાવતનું…

Top Stories India
ગ્રુપ કેપ્ટન
  • ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું નિધન
  • હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ઘાયલ થયા હતા વરુણસિંહ
  • ઇજાગ્રસ્ત વરુણસિંહનું થયું નિધન
  • તમિલનાડુનાં કુન્નુરમાં થઇ હતી પ્લેન દુર્ઘટના
  • એકમાત્ર બચેલા વરુણસિંહની ચાલતી હતી સારવાર

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન થયું છે. 8 ડિસેમ્બરના રોજ, CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા. બુધવારે તે જીવનની લડાઈ હારી ગયા. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

આ પણ વાંચો : ઈન્ડિગો એરલાઇન્સની મોટી બેદરકારી, લોડર કર્મી સુતા સુતા જ મુંબઈથી પહોંચી ગયો અબુ ધાબી

IAFએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતીય વાયુસેનાને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે ગ્રુપ કેપ્ટનનું આજે સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બર 2021ના રોજ થયેલા અકસ્માતમાં તેઓ એકમાત્ર બચી ગયા હતા. એરફોર્સ અધિકારીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને તેમના પરિવાર સાથે મજબૂત રીતે ઉભા છે.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ યુપીના દેવરિયાના ખોરમા કનહોલી ગામના રહેવાસી હતા. તેમની વેલિંગ્ટનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. બેંગ્લોર અને પુણેના ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા હતા. વરુણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનનો બેચમેટ રહ્યા છે. અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતની સરહદમાં પ્રવેશેલા પાકિસ્તાની વિમાનોને ભગાડી દીધા હતા.

આ પણ વાંચો :ઓમિક્રોન વચ્ચે બર્ડ ફ્લૂનો ખતરો, વિદેશથી આવતા પક્ષીઓ ફેલાવી રહ્યા છે વાયરસ 

કેપ્ટન વરુણ સિંહનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમની ઉંમર 42 વર્ષની હતી. તેમના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ તરીકે નિવૃત્ત થયા હતા. વરુણનો નાનો ભાઈ તનુજ સિંહ મુંબઈમાં નેવીમાં છે. તેમની પત્ની ગીતાંજલિને એક પુત્ર રદિ રમન અને પુત્રી આરાધ્યા છે.

આ પણ વાંચો :પુલવામામાં બુધવારે મધ્યરાત્રિથી શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

આ પણ વાંચો :અંડરવર્લ્ડ ડોન સુરેશ પૂજારીને અમેરિકાથી ભારત પરત લાવવામાં આવ્યો,મુંબઈમાં 25 કેસ નોંધાયા છે

આ પણ વાંચો : હૈતીમાં બાઇકર્સ બન્યા કાળ, એક બાઇક સવારને બચાવવામાં 60 લોકો જીવતા સળગ્યા