Ahmedabad News/ રાજ્યમાં જાન્યુઆરીમાં GST આવકમાં 17 % નો વધારો થયો

FY 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા, ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં GSTની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : રાજ્ય સરકારને GST દ્વારા જાન્યુઆરી મહિનામાં વધારે આવક થઈ છે. જાન્યુઆરી 2025માં રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. જાન્યુઆરી 2025માં રાજ્યની GST આવકમાં 17 % નો વધારો નોંધાયો છે. રાજ્યના કર વિભાગને GST દ્વારા 6,873 કરોડ રૂપિયાની મોટી આવક થઈ છે. જે આવક જાન્યુઆરી 2024માં થયેલી આવક કરતા 17 % વધુ છે. આ આવકથી રાજ્યની તિજારીઓ ભરાઈ હશે.

મળતી માહિતી અનુસાર, રાજ્યને જાન્યુઆરી 2025માં વેટ હેઠળ રૂપિયા 2,856 કરોડની આવક થઈ છે તો વિદ્યુત શુલ્ક હેઠળ 2,998 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. જ્યારે વ્યવસાય વેરા હેઠળ સરકારને રૂપિયા 21 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં GSTની આવકમાં મોટો વધારો નોંધાયો હતો. ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં GSTની આવકમાં 19 %નો વધારો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં GST હેઠળ 18,448 કરોડ રૂપિયાની આવક થઈ હતી. નવેમ્બરમાં GST કલેક્શન 8.5 % વધીને રૂ. 1.82 લાખ કરોડ થયું હતું. નાણા મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-ડિસેમ્બરના સમયગાળા માટે કલેક્શન રૂ. 16.34 લાખ કરોડ છે. તે જ સમયે ઓક્ટોબરમાં ગ્રોસ GST કલેક્શન 9 % વધીને રૂ. 1.87 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. જે સ્થાનિક વેચાણમાં વધારાના કારણે અત્યાર સુધીનું બીજું સૌથી વધુ કલેક્શન છે.

નાણાકીય વર્ષ 2024-25માં સરકારનું કુલ GST કલેક્શન 16.33 લાખ કરોડ રૂપિયા છે. આ ડેટા એપ્રિલ 2024થી ડિસેમ્બર 2024 સુધીનો છે, નાણાકીય વર્ષ 2024-25 સમાપ્ત થવામાં હજુ 3 મહિના બાકી છે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2023-24માં સરકારને GST કલેક્શનમાંથી 20.14 લાખ કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે FY 2022-23માં GSTથી સરકારી તિજોરીમાં 14.96 લાખ કરોડ રૂપિયા આવ્યા હતા. રાજ્ય સરકારે GST થી આવક કરીને કલેક્શનમાં નોંધપાકત્ર ફાળો નોંધાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરાઈ

આ પણ વાંચો: સ્ટેટ GSTના અમદાવાદ, સુરત, વાપી અને વ્યારા દરોડા, 9.11 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: કરદાતાઓને ઉતાવળમાં મળી રહી છે GST નોટિસ, તમને પણ મળી હોય તો જાણો શું કરવું