Latest Bhavnagar News/ ભાવનગરમાંથી કરોડોની જીએસટી ચોરી ઝડપાઈ

ભાવનગર જિલ્લામાંથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી સપડાઈ છે. એસજીએસટી વિભાગે કડક કર વસૂલાત કરી છે. એક. કે. બેગ્સ દ્વારા સવા કરોડની ચોરી કરવામાં આવ્યો હોવાનો ખુલાસો છે. એસ. કે. બેંગ્સને 50 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 10T171421.754 ભાવનગરમાંથી કરોડોની જીએસટી ચોરી ઝડપાઈ

Bhavnagar News: ભાવનગર જિલ્લામાંથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી સપડાઈ છે. એસજીએસટી વિભાગે કડક કર વસૂલાત કરી છે. એક. કે. બેગ્સ દ્વારા સવા કરોડની ચોરી કરવામાં આવ્યો હોવાનો ખુલાસો છે. એસ. કે. બેંગ્સને 50 લાખ રૂપિયા જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. એસ કે. બેગ્સની પાંચ શાખામાં દરોડા પડ્યા હતા. કરચોરી ઝડપાતા ટેક્સ તેમજ પેનલ્ટી સહિત વસૂલાત કરવામાં આવી છે. બિલ વગરનો માલ વેચીને ચોરી કરવામાં આવી હતી.

ભાવનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્થળ પર ટેક્સ અને પેનલ્ટીની આટલી મોટી રકમની વસૂલાત કરવામાં વી હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે એસ.કે.બેગ્સ યુનિટની પાંચ શાખાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.

દરોડા દરમિયાન એસ.કે. બેગ્સ એન્ટરપ્રાઇઝિસની પેઢીમાંથી પાંચ કરોડથી વધુની કરચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ પેઢીના આતાભાઈ રોડ, એમ.જી. રોડ, લીલા સર્કલ, દેસાઇનગર અને ગોડાઉન સહિત પાંચ સ્થળો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. એસજીએસટી વિભાગે 18 ટકા કર આકારણી કરી હતી અને તેના પર 15 ટકા લેખે પેનલ્ટી લગાવવામાં વી હતી.

આમ કુલ 1.25 કરોડની રકમ પૈકી એસ.કે. બેગના સંચાલકોએ 50 લાખ તત્કાળ જમા કરાવી બાકીના સપ્તાહમાં જમા કરાવવા બાંહેધરી આપવામાં આવી છે. માર્કેટમાં બિલ વગરનો માલ વેચી મોટાપાયા પર કરચોરી થતી હોવાનું જાણવા મળતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


 

આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: અરવલ્લીમાં 10 લાખના દારૂ સાથે 32.62 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં બાળકોની સુરક્ષા સવાલોના ઘેરામાં, ફાયર સેફટીની સુવિધાનો નામ પૂરતી

આ પણ વાંચો: ગુજરાતમાં હિટ એન્ડ રનથી 2નાં મોત