Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોગસ ડીગ્રી મામલો, હોમિયોપેથી વિભાગના ડીન સહિત 41 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ

રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમિયોપેથીક વિભાગના ડુપ્લીકેટ ડિગ્રી કૌભાંડ મામલે 41 વિદ્યાર્થીઓ અને 2 તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ડીગ્રી કૌભાંડની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટીએ રાજકોટની બી.જે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને હોમિયોપેથીક વિભાગના ડીન ડો. અમિતાભ  જોષી અને જામ ખંભાળિયામાં મેડિકલ પ્રેક્ટિસ કરતા ડો. કાદરી સહિત 41 બોગસ […]

Top Stories
a1 1 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બોગસ ડીગ્રી મામલો, હોમિયોપેથી વિભાગના ડીન સહિત 41 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ

રાજકોટ,

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમિયોપેથીક વિભાગના ડુપ્લીકેટ ડિગ્રી કૌભાંડ મામલે 41 વિદ્યાર્થીઓ અને 2 તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ડીગ્રી કૌભાંડની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જે કમિટીએ રાજકોટની બી.જે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને હોમિયોપેથીક વિભાગના ડીન ડો. અમિતાભ  જોષી અને જામ ખંભાળિયામાં મેડિકલ પ્રેક્ટિસ કરતા ડો. કાદરી સહિત 41 બોગસ વિદ્યાર્થીઓને આરોપી ઠેરવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ ડો. કિરીટ પાઠકે 41 બોગસ વિદ્યાર્થીઓ અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને હોમિયોપેથીક વિભાના ડિન અમીતાભ જોશી અને ડૉ.કાદરી સહિત 43 શખ્સો વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવી હતી.

પોલીસ ફરિયાદ નોંધાતા સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ખલભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ ડુપ્લીકેટ ડિગ્રી અપાતી હતી. ફરિયાદમાં અમરેલીની વસંતબેન વ્યાસ હોમિયોપેથીક કોલેજ અને રાજકોટની બી.એ. ડાંગર હોમિયોપેથીક કોલેજ અને બી.જી.ગરૈયા હોમિયોપેથીક કોલેજના કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર શિક્ષણ જગત માટે કલંકિત ઘટના મા રાજકીય વર્ગ ધરાવતા આરોપીઓ ક્યારે પકડાશે તે હવે જોવાનું રહ્યું.

આ કૌભાંડની તપાસ કરી રહેલ કમિટીના કો-ઓર્ડ઼િનેટર ડો.નેહલ શુક્લનું કહેવું છે કે બોગસ માર્કશીટ અને બીજા નકલી ડોક્યુમેન્ટના આધારે હોમિયોપેથી ડિપાર્ટમેન્ટના ડીન ડોક્ટર અમિતાભ જોશીએ વિદ્યાર્થીઓને 3.50 થી લઇને 7 લાખ રૂપિયા સુધી લઇને એડમીશન આપ્યા હતા.

આ સ્કેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીનીયર સેકન્ડરી એક્ઝામમાં જે સ્ટુડન્ટ્સ એડમીશન લઇ શક્યા નહોતા તેમની પહેલા વર્ષની બોગસ માર્કશીટ બનાવીને એડમીશન આપવામાં આવ્યા હતા.પહેલા વર્ષની જે બોગસ માર્કશીટો બની હતી તે બીજી યુનિવર્સિટીમાંથી બનાવવામાં આવી હતી.