Not Set/ અમદાવાદ: મામાએ ભાણી પર આચર્યું દુષ્કર્મ, અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો

અમદાવાદ, અમદાવાદમાં ખુદ પરિવારના જ સભ્યએ તેના જ ઘરની દીકરીની જિંદગી બરબાદ કરી છે.શહેરના નરોડા વિસ્તારમાં મામાએ ભાણી પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ સગીર વયની ભાણી ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે. મળતી વિગતો પ્રમાણે  મામાએ ભાણી સાથે જબરદસ્તી શરીર સંબંધ […]

Top Stories Ahmedabad Gujarat
ara 2 અમદાવાદ: મામાએ ભાણી પર આચર્યું દુષ્કર્મ, અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો

અમદાવાદ,

અમદાવાદમાં ખુદ પરિવારના જ સભ્યએ તેના જ ઘરની દીકરીની જિંદગી બરબાદ કરી છે.શહેરના નરોડા વિસ્તારમાં મામાએ ભાણી પર અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મ બાદ સગીર વયની ભાણી ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે.

મળતી વિગતો પ્રમાણે  મામાએ ભાણી સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી  તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. સગીરાને  પેટમાં દુઃખાવો ઉપડતા માતા-પિતા તેને દવાખાને લઇ ગયા ત્યારે  સોનોગ્રાફીમાં તેને ગર્ભ હોવાનું બહાર આવ્યુ હતુ.

બનાવની વિગત એવી છે કે પીડિતા અમદાવાદના  નરોડા વિસ્તારના  રહેવાસી છે. સગીરાના પિતા નોકરી પર હતા ત્યારે તેની પત્નીએ ફોન કરીને દીકરીને પેટમાં દુઃખાવો થતો હોવાની જાણ કરી હતી. પત્નીના ફોન બાદ ઘરે ગયેલા ફરિયાદીએ દીકરીને ડોકટરની તપાસ કરાવી હતી. ડોકટરની તપાસમાં તે ગર્ભવતી હોવાનું  ખૂલતા ખળભળાટ મચી ગયો હતો.

ગર્ભવતી બનેલી સગીરાએ અધુરા મહિને એક બાળકને જન્મ આપ્યો હતો.

આ સમગ્ર ઘટના બાદ સગીરાના પિતાએ શહેર કોટડા પોલીસ મથકમાં મામા વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.