Not Set/ રાજ્યભરમાં શિક્ષકોની અટકાયત, ગાંધીનગર, ખેડા, જંબુસરમાં શિક્ષકોની અટકાયત

ગુજરાત, અરવલ્લીના ધનુસરામાં વિધાનસભાનો ધેરવા કરવા જતાં શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લાના એક હજારથી વધુ શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. પડતર પ્રશ્નનોની માંગને લઇને શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા. તો પંચમહાલના 50 શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિધાનસભાનો ઘેરાવ કરવા જઇ રહેલા શિક્ષકોની કાકણપુર પોલીસે અટકાયત કરી હતી. સુરેન્દ્રનગરના ધાંગ્રધા તાલુકાના […]

Top Stories Gujarat
mantavya 308 રાજ્યભરમાં શિક્ષકોની અટકાયત, ગાંધીનગર, ખેડા, જંબુસરમાં શિક્ષકોની અટકાયત

ગુજરાત,

અરવલ્લીના ધનુસરામાં વિધાનસભાનો ધેરવા કરવા જતાં શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. જિલ્લાના એક હજારથી વધુ શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. પડતર પ્રશ્નનોની માંગને લઇને શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા.

તો પંચમહાલના 50 શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિધાનસભાનો ઘેરાવ કરવા જઇ રહેલા શિક્ષકોની કાકણપુર પોલીસે અટકાયત કરી હતી.

સુરેન્દ્રનગરના ધાંગ્રધા તાલુકાના 100થી વધુ શિક્ષકોનની અટકાયત કરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લાના છ હજારથી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે.

ભરૂચના જંબુસરના શિક્ષકોની પર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જંબુસર તાલુકાન 74 શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરાઇ. શિક્ષકોએ પોતાની માંગને લઇને નારેબાજી કર્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

તો આ તરફ ખેડા જિલ્લાના 100થી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. પડતર માંગને લઇને શિક્ષકોની ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ પોલીસે શિક્ષકોની અટકાયત કરી હતી.તો ગાંધીનગરમાં શિક્ષકો ગાંધીનગર વિધાનસભા પહોંચે તે પહેલા વૈષ્ણૌદેવી સર્કલ પાસેથી જ અટકાયત કરાઇ હતી અને વિધાનસભાની ગેઇટની બહાર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.