અજમેર,
નંદનગર સ્થિત ચાંદ ચિતાર રોડપર આવેલ કુમાવત ભવનની ધર્મશાળમાં લગ્ન પ્રસંગે ખુશીના બદલે માતમ છવાઈ ગયો હતો. ૧૫ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે રસોઈ બનાવતી વખતે એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ધર્મશાળમાં દોડધામ મચી જવા પામી હતી.
આ બ્લાસ્ટમાં ૨૦ વધુ ઘાયલ થયા હતા. ત્યારે ૩ લોકોના મૃત્યુ થયા છે અને ૪ મહિલા હજુ સુધી દટાયેલી છે. તેવું જાણવા મળી રહ્યું છે. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે મૃતકની સંખ્યામાં વધારો પણ થઇ શકે છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ સાથે કલેક્ટર ગૌરવ ગોયલ અને ગામના એસ.પી. ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ૪ મહિલાઓ સાથે અમુક ગેસ સિલિન્ડર પણ દટાયેલા હોવાની આશંકા કરવામાં આવી રહી છે. આ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ એટલો ભયંકર થયો હતો કે આજુબાજુના ઘરની બારીઓ તૂટી ગઈ હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની વાત શહેરમાં આગની જેમ વહેતી થઇ ગઈ હતી.
મહત્વનું છે કે, નંદનગરમાં રહેતા હેમંત પટનાચાના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ સાંજે ધર્મશાળામાં જમવાનું તૈયાર કરવામાં આવ્યું હતું. કુમાવત ભવન કે જ્યાં જમવાનું તૈયાર થી રહ્યું હતું. ત્યારે એક સિલિન્ડર સાંજે સમય વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ માં ઘણા લોકોને ઈજા થઇ હતી. ઈજાગસ્તોને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.
