Not Set/ આદિવાસી માતા પાસે મૃતક દીકરાના શબને ઘરે લઇ જવાય તેટલા પૈસા પણ નહતા, જુઓ પછી શું થયું

રાયપુર છત્તીસગઢમાં બસ્તર વિસ્તારમાં કાળજું કંપાવી દે ગરીબીની ઘટના સામે આવી છે. બસ્તર જીલ્લાના આદિવાસી વિસ્તારમાં રહેતી એક માતાએ તેના જુવાન દીકરાનો મૃતદેહ મેડીકલ કોલેજમાં દાનમાં આપી દીધો કેમ કે આ જુવાન દીકરાની માતા સાથે તેના અંતિમ સંસ્કાર માટે જ નહિ પરંતુ શબને ઘરે લઇ જવાય તેટલા પૈસા પણ નહતા. બડેઆરપુરની રહેવાસી સુધરીબેન  કે જેમના […]

India

રાયપુર

છત્તીસગઢમાં બસ્તર વિસ્તારમાં કાળજું કંપાવી દે ગરીબીની ઘટના સામે આવી છે. બસ્તર જીલ્લાના આદિવાસી વિસ્તારમાં રહેતી એક માતાએ તેના જુવાન દીકરાનો મૃતદેહ મેડીકલ કોલેજમાં દાનમાં આપી દીધો કેમ કે આ જુવાન દીકરાની માતા સાથે તેના અંતિમ સંસ્કાર માટે જ નહિ પરંતુ શબને ઘરે લઇ જવાય તેટલા પૈસા પણ નહતા.

બડેઆરપુરની રહેવાસી સુધરીબેન  કે જેમના ૨૦ વર્ષીય દીકરાને એક અજાણ વાહને રસ્તા પર ટક્કર મારી દીધી હતી. ખુબ ગંભીર હાલતમાં તેમના દીકરાને જગદલપુરની મેડીકલ કોલેજમાં લઇ દાખલ કર્યો. પરંતુ ગંભીર અકસ્માતના પગલે સારવાર દરમ્યાન જ તેનું મૃત્યુ નીપજ્યું.

મૃતક દીકરાની માતા સાથે ફૂટી કોડી જેટલા પણ રૂપિયા નહતા કે જેથી તેના દિલના ટુકડાને ઘરે લઇ જઈ અંતિમ ક્રિયા કરી શકે. સુધરીબેનએ કીધું હતું કે હું મારા ગામડે મારા દીકરાનું શબ લઇ જવું એટલા પૈસા મારા જોડે નથી. અમારો પરિવાર ખુબ ગરીબ છે.

આ દરમ્યાન જગદલપુર મેડીકલ હોસ્પિટલના ઇન્ચાર્જ મંગલસિંહએ જણાવ્યું કે તેઓ ખુબ ગરીબ છે. તેમની સાથે શબ ને ઘરે જવા પૂરતા પણ પૈસા નથી આથી જો તેમની ઇચ્છા હોય તો તેમના દીકરાનું શબ મેડીકલ અભ્યાસ માટે દાન કરવા માટેની વાત કરી હતી.

તમને જણાવી દઈએ કે ૨૦ વર્ષીય બમનનો અકસ્માત સોમવારે થયો હતો અને ગુરુવારે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા કોંગ્રેસ અને બીજેપીના નેતાએ આ ઘટના પર પોતાના નિવેદન આપવાના ચાલુ કરી દીધા હતા.

આ મામલે ભાજપના પ્રવક્તા સંજય શ્રીવાસ્તવ એ કહ્યું કે જો આ ઘટના હકીકતમાં બની હોય તો આ ખુબ ગંભીર અને સંવેદનશીલ ઘટના છે અને આ મામલા પર તપાસ હાથ ધરવી જોઈએ