Not Set/ રાજ્યસરકારની મોટી વાતો ખોટી, ગુજરાતમાં સેક્સ રેશિયો રેકોર્ડબ્રેક ૫૪ પોઈન્ટ ડાઉન થયો

એસઆરબી(ધ સેક્સ રેશિયો એટ બર્થ)ની  માહિતી પ્રમાણે ભારતભરના ૨૧ મોટા રાજ્યોમાંથી ૧૭ રાજ્યોમાં સેક્સ રેશિયોમાં નોંધપાત્ર મોટો ઘટાડો નોંધાયો છે આ યાદીમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. અગત્યનું એ છે કે, આ રીપોર્ટ ખુદ સરકારી પંચ નીતિ આયોગના આકડાઓએ જ આપ્યો છે. રીપોર્ટ મુજબ, સેક્સ રેશિયોના આકડામાં ૧૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હોય તેવા […]

Top Stories

એસઆરબી(ધ સેક્સ રેશિયો એટ બર્થ)ની  માહિતી પ્રમાણે ભારતભરના ૨૧ મોટા રાજ્યોમાંથી ૧૭ રાજ્યોમાં સેક્સ રેશિયોમાં નોંધપાત્ર મોટો ઘટાડો નોંધાયો છે આ યાદીમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. અગત્યનું એ છે કે, આ રીપોર્ટ ખુદ સરકારી પંચ નીતિ આયોગના આકડાઓએ જ આપ્યો છે.

રીપોર્ટ મુજબ, સેક્સ રેશિયોના આકડામાં ૧૦ થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હોય તેવા રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

મહત્વનું છે કે ૨૦૧૨માં ગુજરાતમાં ૧૦૦૦ પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ૯૦૭ હતી જયારે  ૨૦૧૫માં ૧૦૦૦ પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા ઘટીને ૮૫૪ થઇ ગઈ હતી.આમ ૨૦૧૨ થી ૨૦૧૫ના સમયગાળામાં ૫૩ પોઈન્ટનો ઘટાડો થયો છે.

‘ સ્વસ્થ રાજ્ય, પ્રગતિશીલ ભારત ‘ના રીપોર્ટ પ્રમાણે ગુજરાત બાદ હરિયાણાનું સ્થાન છે.

ભારતના વિવિધ રાજ્યોમાં આ મુજબનો ઘટાડો થયો છે :

હરિયાણા – ૩૫ પોઈન્ટ્સ

રાજસ્થાન – ૩૨ પોઈન્ટ્સ

ઉત્તરાખંડ – ૨૭ પોઈન્ટ્સ

મહારાષ્ટ્ર – ૧૮ પોઈન્ટ્સ

 હિમાચલ પ્રદેશ – ૧૪ પોઈન્ટ્સ

છત્તીસગઢ – ૧૨ પોઈન્ટ્સ

કર્ણાટક – ૧૧ પોઈન્ટ્સ

રીપોર્ટ મુજબ પીસીપીએનડીટી એક્ટ ૧૯૪૪ (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques) (PCPNDT)પ્રમાણે છોકરીઓનું મહત્વ સમજાવવું જરરી છે કે જેથી છોકરીઓની સંખ્યા વધે.

તો બીજી બાજુ એસઆરબીના રીપોર્ટ પ્રમાણે પંજાબ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં સેક્સ રેશિયોના પોઈન્ટ્સમાં વધારો જોવા મળ્યો હતો

જેમાં પંજાબમાં ૧૯ પોઈન્ટ્સ, ઉત્તરપ્રદેશમાં ૧૦ પોઈન્ટ્સ અને બિહારમાં ૯ પોઈન્ટ્સનો વધારો થયો છે.