Not Set/ રાજ્યમાં સ્વાઇન ફ્લુથી 55ના મોત છતાં કેન્દ્રની ટીમ કહે છે સરકારી સુવિધા સારી છે

ગાંધીનગર, ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસો વધતા હવે કેન્દ્ર સરકારે તેમની ટીમને રાજ્યના એવા શહેરોની મુલાકાતે મોકલી છે જ્યાં સ્વાઇન ફ્લુના કેસો વધારે હોય. કેન્દ્રની ત્રણ સભ્યોની હેલ્થ ટીમે ગુજરાતના સ્વાઈન ફ્લૂગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થિતિની જાણકારી હતી. રાજ્યમાં 1લી જાન્યુઆરી થી તા ૧૨.૦૨.૨૦૧૯ સુધી રાજયમાં કુલ ૧,૪૬૩ દર્દીઓ સિઝનલ ફલુ માટે પોઝીટીવ મળેલ છે જેમાંથી […]

Uncategorized
yy 13 રાજ્યમાં સ્વાઇન ફ્લુથી 55ના મોત છતાં કેન્દ્રની ટીમ કહે છે સરકારી સુવિધા સારી છે

ગાંધીનગર,

ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસો વધતા હવે કેન્દ્ર સરકારે તેમની ટીમને રાજ્યના એવા શહેરોની મુલાકાતે મોકલી છે જ્યાં સ્વાઇન ફ્લુના કેસો વધારે હોય. કેન્દ્રની ત્રણ સભ્યોની હેલ્થ ટીમે ગુજરાતના સ્વાઈન ફ્લૂગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થિતિની જાણકારી હતી.

રાજ્યમાં 1લી જાન્યુઆરી થી તા ૧૨.૦૨.૨૦૧૯ સુધી રાજયમાં કુલ ૧,૪૬૩ દર્દીઓ સિઝનલ ફલુ માટે પોઝીટીવ મળેલ છે જેમાંથી ૮૪૯ દર્દીઓ સાજા થઇ ઘરે ગયેલ છે તથા ૫૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ ૫૫ દર્દીઓના સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

આ ટીમમાં ભારત સરકારના નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલના ડા. અંકુર ગર્ગ (એપીડેમીયોલોજીસ્ટ), ડો. હેમલત્તા (માઈક્રોબાયોલોજીસ્ટ) અને ડો.અમિતકુમાર (પલ્મોનોલોજીસ્ટ) સભ્ય હતાં. આ ટીમે અમદાવાદ શહેર, વડોદરા અને ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.

ભારત સરકારની ટીમના ડૉ. અંકુર ગર્ગે જણાવ્યું કે રાજ્યમાં સિઝનલ ફ્લુના કેસો ની સંખ્યામાં વધારો એ સિઝનના કારણે હોઈ શકે છે. આ રોગ મુખ્યત્વે શિયાળા અને ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળતો હોય છે. તેઓએ તેમની રાજ્યની મુલાકાત બાદ અવલોકન વિષે જણાવ્યું કે રાજ્યમાં સિઝનલ ફ્લુના દર્દીઓની નિદાન તેમજ સારવાર માટે સુવિધાની કોઈ કમી જણાયેલ નથી. તથા રાજ્યમાં નિદાન માટે જે લેબોરેટરી સુવિધા ઉભી કરવામાં આવેલ છે તે પુરતી છે

આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી તેમજ કમિશ્નર ડો..જયંતી રવિએ રાજ્યના તમામ ડોકટરો, હેલ્થ સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારી, આશા તથા ગ્રામ સંજીવની સમિતિ તેમજ મહિલા આરોગ્ય સમિતિના સભ્યો સાથે સેટકોમના માધ્યમથી સિઝનલ ફલુના આ રોગચાળાના રોગ નિયંત્રણ, સર્વેલન્સ અને સમયસરની સારવાર માટે પરામર્શ કર્યો છે. જેમાં અન્ય વિષયોના નિષ્ણાત પણ હાજર રહ્યા હતા.

આ સેટકોમમાં ફિલ્ડ કર્મચારીઓએ અને આશા બહેનો સાથે પ્રશ્નોત્તરી કરી આ રોગ અંગે તેમને જાગૃત કરવામાં આવેલ. તમામ સીવીલ હોસ્પિટલ, મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ ઊપરાંત સિઝનલ ફ્લુના દર્દીઓની સારવાર કરનાર તમામ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ તેમજ આઈ.સી.યુ. ના સ્ટાફએ પણ સેટકોમમાં ભાગ લીધો આ સેટકોમમાં ભારત સરકારના તજજ્ઞોએ તથા મેડીસીન, એન્સેથેસીયા અને પીડીયાટ્રીક વિભાગના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.