Not Set/ જૂનાગઢ HIV કાંડમાં 7 વર્ષ બાદ વધુ એક બાળકીએ તોડ્યો દમ

જૂનાગઢ, જૂનાગઢ સિવિલ હોસ્પિટલના એચઆઇવી કાંડમાં સારવાર દરમિયાન વધુ એક બાળકીએ દમ તોડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2011માં એક બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવામાં આવ્યુ હતું. આ લોહી ચડાવ્યા બાદ 23 થી વધુ થેલેસેમિક બાળકોને એચઆઇવીનો રોગ લાગુ પડયો હતો. બાદમાં અનેક એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 7થી વધુ બાળકોનાં મોત […]

Gujarat Surat
HIV doutissima shutterstock જૂનાગઢ HIV કાંડમાં 7 વર્ષ બાદ વધુ એક બાળકીએ તોડ્યો દમ

જૂનાગઢ,

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના એચઆઇવી કાંડમાં સારવાર દરમિયાન વધુ એક બાળકીએ દમ તોડ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2011માં એક બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવામાં આવ્યુ હતું. આ લોહી ચડાવ્યા બાદ 23 થી વધુ થેલેસેમિક બાળકોને એચઆઇવીનો રોગ લાગુ પડયો હતો. બાદમાં અનેક એજન્સી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન 7થી વધુ બાળકોનાં મોત થયા હતાં. તમામ તપાસ એજન્સીના રિપોર્ટ બાદ હાઇકોર્ટે આ કેસમાં ગુનો સાબિત થતો ન હોવાનું જણાવી કેસ ફાઇલ કર્યો છે. જો કે આવા અનેક થેલેસેમિયાથી પિડાતા અને એચઆઇવી ગ્રસ્ત બનેલા અસરગ્રસ્ત બાળકો હજુ સારવાર લઇ રહ્યા છે. આવી જ સારવાર દરમિયાન વધુ એક બાળકીનું મોત થયું છે.

2011માં થેલેસેમિયાના રોગની સારવાર દરમિયાન લોહી ચડાવતા એચઆઇવી લાગુ પડયો હતો. જો કે 7 વર્ષ જીંદગી સાથે જંગ ખેલ્યા બાદ આખરે હારી ગયેલી 11  વર્ષિય બાળકીએ દમ તોડી દેતા તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.