Not Set/ વડોદરામાં ૫૩ વર્ષ બાદ રસ્તા પર વાઘ દેખાયો

વડોદરા, વડોદરા શહેરમાં ડેડિયાપાડા વિસ્તારના જંગલમાં એક વાઘ જોવા મળ્યો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લે ૧૯૬૫માં વાઘ જોવા મળ્યો હતો. રસેલા ગામના વતની નરેન્દ્રસિંહ જાદવ પોતાની જીપ લઈને પોઈચા તરફ રાત્રી દરમ્યાન જઈ રહ્યા હતા. તે દરમ્યાન જેતપુર અને ભીલવાડા વચ્ચેના રોડ પર આ વાઘ અચાનક આવી ગયો હતો અને નરેન્દ્રસિહે વાઘનો ફોટો પાડી […]

Gujarat
vagh વડોદરામાં ૫૩ વર્ષ બાદ રસ્તા પર વાઘ દેખાયો

વડોદરા,

વડોદરા શહેરમાં ડેડિયાપાડા વિસ્તારના જંગલમાં એક વાઘ જોવા મળ્યો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે, ગુજરાતમાં છેલ્લે ૧૯૬૫માં વાઘ જોવા મળ્યો હતો.

રસેલા ગામના વતની નરેન્દ્રસિંહ જાદવ પોતાની જીપ લઈને પોઈચા તરફ રાત્રી દરમ્યાન જઈ રહ્યા હતા. તે દરમ્યાન જેતપુર અને ભીલવાડા વચ્ચેના રોડ પર આ વાઘ અચાનક આવી ગયો હતો અને નરેન્દ્રસિહે વાઘનો ફોટો પાડી લીધો હતો. વાઘ રસ્તો ક્રોસ કરી સામેની બાજુ જઈ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આજુબાજુના ગામડામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. પણ ગામડાના લોકો જેને દીપડો સમજે છે, તે આ વાઘ હોઈ શકે છે. અત્યાર સુધીમાં આ દીપડો ૩ પાડાનો શિકાર કરી ચુક્યો છે. બીકના કારણે ખેડૂત ખેતરમાં પણ નથી જઈ શકતા.

એમ.એસ યુનિવર્સીટીના ઝુલોજી વિભાગના પ્રોફેસર દેવકરે આ બાબત વિષે જણાવ્યું કે, આ વાઘ કદાચ મહારાષ્ટ્રના જંગલમાંથી ફરતા ફરતા ડેડિયાપાડા વિસ્તારમાં પહોચી ગયો હશે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વાંસદા ના જંગલોમાં ૧૯૪૭માં વાઘની સંખ્યા ૭ હતી.