અમદાવાદ,
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને હળવો હૃદયનો હુમલો થયો હતો. મોડી રાત્રે તેમને છાતીમાં દુઃખાવો થતાં 2 વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડાયા હતા.
ત્યાર બાદ ત્યાંથી તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ડો. તેજસ પટેલ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી અને એન્જ્યોપ્લાસ્ટી કરાઈ હતી.
હાર્ટ એટેકના કારણે સવારે 4.45 કલાકે ડો. તેજસ પટેલ દ્વારા એન્જોગ્રાફી પછી તરત જ એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલ તેમને એક-બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેમની તબીયત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાને ગળાનું કેન્સર નીકળતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, ઓપરેશન બાદ હાલ તેમની તિબયત સારી હતી. તેમના ગળામાં જે કેન્સરગ્રસ્ત ભાગ હતો તેને દૂર કરી દેવાયું હતું.
