Not Set/ અમદાવાદ: બોપલ કસ્ટોડીયલ ડેથ મામલો, એલસીબી પર હત્યાનો આરોપ

અમદાવાદ , અમદાવાદના બોપલ ખાતે આવેલી એલસીબી કચેરીમાં કસ્ટોડીયલ ડેથ મામલે અંતે ગુનો દાખલ કરાયો છે. એલસીબી પોલીસ ટીમે આઈશર ગાડીના ચાલક સુરુભા ઝાલાને પુછપરછ માટે લવાયા હતા. આ દરમીયાન સુરુભાનું કસ્ટોડીયલ ડેથ ની ઘટનાએ ભારે રોષ ફેલાવી દીધો હતો. સુરુભાના પરિવારજનોએ કોર્ટમાંં એલસીબી ટીમના અધિકારી અને પોલીસ જવાનો સામે ફરિયાદ કરી હતી. અમદાવાદ જીલ્લાની […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ ,

અમદાવાદના બોપલ ખાતે આવેલી એલસીબી કચેરીમાં કસ્ટોડીયલ ડેથ મામલે અંતે ગુનો દાખલ કરાયો છે. એલસીબી પોલીસ ટીમે આઈશર ગાડીના ચાલક સુરુભા ઝાલાને પુછપરછ માટે લવાયા હતા.

આ દરમીયાન સુરુભાનું કસ્ટોડીયલ ડેથ ની ઘટનાએ ભારે રોષ ફેલાવી દીધો હતો. સુરુભાના પરિવારજનોએ કોર્ટમાંં એલસીબી ટીમના અધિકારી અને પોલીસ જવાનો સામે ફરિયાદ કરી હતી.

અમદાવાદ જીલ્લાની એલસીબી ટીમ પર હત્યાનો આરોપ લગાવવાની ઘટનાએ પોલીસ તંત્રને ચોંકાવી દીધી છે. એલસીબી કચેરીમાં પુછપરછ માટે લવાયેલા સુરુભા ઝાલાના મોત અંગે છેવટે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. આઠ દિવસથી પોસ્ટમોર્ટમ રુમમાં રખાયેલા મ્રુતદેહને પરિવારજનોએ સ્વિકાર્યો હતો. બોપલ પોલીસ એલસીબી કચેરીના પોલીસ જવાનોની પુછપરછ કરશે.

બગોદરા પોલીસ સ્ટેશનમાં પાર્સલ ચોરીનો દુનો દાખલ કરાયો હતો. જે આઈશર ગાડીમાંથી પાર્સલની ચોરીની ઘટના બની હતી, તે આઈશર ગાડીના ચાલક સુરુભા ઝાલાને એલસીબી ટીમે અટકાયત કરી હતી.

સુરુભા ઝાલાને એલસીબી કચેરીમાં લવાયા હતા.જ્યાં વહેલી સવારે સુરુભાઈ ગભરામણ થતી હોવાની ફરિયાદ કરતાં તેમને સારવાર માટે ઘુમા ખાતેની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.કમનશીબે ફરજ પરના તબીબે સુરુભાને મ્રુત જાહેર કર્યા હતા.

સુરુભાનું પોલીસની કસ્ટડીમાં જ મોત નીપજ્યાના સમાચાર મળતાં સુરુભાના સંબંધીઓ ઘુમા હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. સુરુબાનો મ્રુતદેહ જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. સુરુભાના શરીર પરથી માર માર્યાના નિશાનો મળી આવ્યા હતા,પગના અંગુઠાને ખેંચતાં લોહી નીકળતું હતું ઉપરાંત શરીરના કેટલા ભાગો પર ઈલેક્ટ્રીકના શોર્ટ આપ્યાના નિશાનો મળી આવ્યા હતા.

પ્રથમ દ્રષ્ટિએ તેમની હત્યા કરવામાં આવી હોવાના નિશાનો મળી આવતાં બોપલ પોલીસ સ્ટેસનમાં હત્યાનો ગુનો દાખલ કરાવવા અરજી આપી હતી.જો કે પોલીસે ગુનો દાખલ કરવાની ના પાડી હતી.આથી સુરુભાના ભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટના આદેશથી રવિવારે મોડી રાત્રે હત્યાનો દુનો દાખલ કરાયો હતો.જેમાં એલસીબીની પીએસઆઈ ગોહિલ અને પોલીસ જવાનો સામે હત્યાનો આરોપ મુક્યો છે.

ચોંકાવનારી બાબત એ છે કે પરિવારજનોએ જ્યાં સુધી હત્યાનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મ્રુતદેહ સ્વિકારવાની ના પાડી હતી. સતત આઠ દિવસ સુધી મ્રુતદેહ સોલા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રુમમાં હતો. છેવટે ગુનો દાખલ થતાં મ્રુતદેહનો સ્વિકાર કર્યો હતો. બોપલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. નજીકના દિવસોમા એલસીબીના પીએસઆઈ અને પોલીસ જવાનોની પુછપરછ કરવામાં આવશે.

ઉપરાંત ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ લેવાનો પણ ઈન્કાર કર્યો હતો. છેવટે બોપલ પોલીસ સ્ટેશનમાં એલસીબી અને એસઓજીના અધિકારી અને પોલીસ જવાનો સામે ગુનો નોંધાયો હતો.