દલિત સમાજ પર જયારે જયારે અત્યાચાર થયાં છે, ત્યારે દલિત સમાજ તેમનાં સમર્થનમાં ઉતરી આવે છે. દલિત સમાજ અનેક વાર વિરોધ પ્રદશૅન કરીને પોતાનો રોષ ઠાલવતાં હોય છે અને પોતાની વાત રજુ કરતાં હોય છે.
અમદાવાદની જાણીતી બી.જે મેડીકલ કોલેજમાં અભ્યાસ કરનાર ડોક્ટર મરીરાજે આત્મહત્યાનો પ્રયાસ કરતાં દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનાર દલિત સમાજનો ડોક્ટર યુવક મરીરાજે ૫ તારીખે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે હવે દલિત નેતાઓ તેના સમર્થનમાં ઉતરી આવ્યા છે. બુધવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મરીરાજના સમર્થનમાં ભીમ શક્તિ સેના દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતાં.
મરીરાજ સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નથી આવતો, સમયસર વ્યવસ્થિત જમવાનું પણ મળતું નથી અને જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગણી સાથે ભીમ શક્તિ સેનાના પ્રમુખ મનિષ મકવાણાની સાથે પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર પણ આ ધરણાંમાં જોડાયા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિલમાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર પ્રભાકરની ઓફિસ સામે દલિતસમાજના લોકો ધરણા પર ઉતરી આવ્યા હતા. ભીમ શક્તિ સેનાએ માંગણી કરી હતી કે ડૉક્ટર પ્રભાકર સામે સમગ્ર મામલામાં તાત્કાલિક પગલાં લેવાય.
જોકે આ મામલે ડૉક્ટર પ્રભાકર દ્વારા કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. અને તેઓ તેમની ઓફિસ પણ આવ્યા નહોતા. તેમની ઓફિસબહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
