Dhoraji News/ ફરેણીમાં માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું,ધોરાજી તંત્રએ 19.10 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

ફરેણી ગામના સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે મોરમ માટી (Illegal Mining scam) ખોદી પરિવહન કરવામાં આવતું હોવાનું સામે આવતા ધોરાજી તાલુકા વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Illegal Mining scam:સરકારી તળાવમાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ

Dhoraji News: ફરેણી ગામમાં ગેરકાયદે મોરમ માટી ખનનનું મોટું કૌભાંડ (Illegal Mining scam) સામે આવ્યું છે. ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સરકારી તળાવમાંથી મંજૂરી વિના મોરમ માટી ખોદી અને તેનું પરિવહન કરવામાં આવતું હોવાનું ઝડપાયું છે.

મળતી માહિતી મુજબ, ધોરાજીના મામલતદાર અને તેમની ટીમ સરપ્રાઈઝ પેટ્રોલિંગ માટે ફરેણી ગામ વિસ્તારમાં પહોંચી હતી. આ દરમિયાન મામાદેવ મંદિર નજીક આવેલા સરકારી તળાવ પાસે કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી. તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈપણ પ્રકારની રોયલ્ટી પાસ અથવા કાયદેસર દસ્તાવેજો વિના JCB મશીન દ્વારા મોરમ માટી (Illegal Mining scam)નું ખનન કરવામાં આવી રહ્યું હતું.

માટી ચોરીનું કૌભાંડ (Illegal Mining scam) ઝડપાયું

સ્થળ પરથી મોરમ માટી ટ્રેક્ટરોમાં ભરીને પરિવહન કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. તંત્રએ તાત્કાલિક દરોડો પાડી સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિને રંગેહાથ ઝડપી પાડી હતી.કાર્યવાહી દરમિયાન ખનન માટે ઉપયોગમાં લેવાતું એક JCB મશીન તેમજ મોરમ માટી ભરેલા ટ્રેક્ટરો સહિત કુલ અંદાજે રૂપિયા 19.10 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. બાદમાં તમામ વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધોરાજી તાલુકા પોલીસ મથકને સોંપવામાં આવ્યા હતા.

તંત્ર દ્વારા સમગ્ર મામલે ખનિજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે જેથી નિયમો મુજબ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.વહીવટી તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન, તળાવો અને ખનિજ સંપત્તિના ગેરકાયદે ઉપયોગ સામે આવી જ રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો:તાપી નદીમાં રેતીખનન કૌભાંડ, અધિકારી સહિત ૬ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:સુરેન્દ્રનગર : ખનન માફિયા, કૌભાંડીઓ અને લાંચિયા અધિકારીઓનું એપીસેન્ટર

આ પણ વાંચો:રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન