Not Set/ અમદાવાદ: વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતુ કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદના નવરંગપુરામાંથી વિદેશમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપાયું છે. જેમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોલ સેન્ટરમાં લોન અને અન્ય પ્રકારના ફોન કરીને છેતરપિંડી આચરતા હતાં. આ મામલે મળતી માહિતી પ્રમાણે નવરંગપુરા પોલીસને બાતમી મળી હતી કે નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલ પોલારીશ બિલ્ડીંગ ત્રીજા માળે ધનુષી ટેક્નોલોજી અને એલસન ટેક્નોલોજીના નામની ઓફીસમાં ધવલ […]

Ahmedabad Top Stories Gujarat
n 3481 16414739 અમદાવાદ: વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતુ કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદના નવરંગપુરામાંથી વિદેશમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપાયું છે. જેમાં 19 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કોલ સેન્ટરમાં લોન અને અન્ય પ્રકારના ફોન કરીને છેતરપિંડી આચરતા હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે નવરંગપુરા પોલીસને બાતમી મળી હતી કે નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલ પોલારીશ બિલ્ડીંગ ત્રીજા માળે ધનુષી ટેક્નોલોજી અને એલસન ટેક્નોલોજીના નામની ઓફીસમાં ધવલ શાહ તથા આલોક કોષ્ટિ પોતાના કોલ સેન્ટરમાં અમેરિકાના માણસોને વિવિધ રીતે છેતરતા હતાં. પોલીસે ત્યાં જઇને દરોડા પાડતા ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આ કોલસેન્ટરમાંથી 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

call center 201810151202 e1540884617260 અમદાવાદ: વિદેશી નાગરિકો સાથે છેતરપીંડી કરતુ કોલ સેન્ટર ઝડપાયું

આ પહેલા પણ અમદાવાદમાંથી ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડના ઓટીપી નંબર મેળવી છેતરપીંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરાયો છે. સાથે જ પ્રથમ વખત પેટીએમ પેમેન્ટ બેંકના ડેબીટ કાર્ડના આધારે છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે, સાથે સાથે સમગ્ર કોલ સેન્ટર યુવતીઓ દ્વારા ચાલતું હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં દેશના 15 રાજ્યોના લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, તો ભોગ બનનાર તમામ લોકો માત્ર એક્સીસ બેંકના ખાતેદારો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જણાવી દઈએ કે, હજુ બે દિવસ પહેલા જ વડોદરામાંથી પણ ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું.