Not Set/ ફુલસ્પીડે દોડતી સ્કૂલવાનમાંથી 3 બાળકો પટકાયા,RTO કરશે ડ્રાઇવ

અમદાવાદ, અમદાવાદમાં વેનમાંથી બાળક પડી જવા મુદ્દે RTO એકશનમાં મોડમાં છે.આજે પૂર્વ-પશ્ચિમ બંને વિસ્તારોમાં RTO ડ્રાઇવ કરશે. ઉલ્લેખનિય છે કે નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલમાં સવારની પાળીના 22 વિદ્યાર્થીને લઈને જતી વાન બગડતા અડધા રસ્તેથી અન્ય એક ઇકો ગાડીમાં 22 વિદ્યાર્થીને ટ્રાન્સફર કરીને ખીચોખીચ બેસાડી લઈ જવાતા હતા.એ દરમિયાન ઇકોની વધારે સ્પીડને કારણે ડાબી સાઇડનો દરવાજો […]

Top Stories Ahmedabad Gujarat Videos
yge 1 ફુલસ્પીડે દોડતી સ્કૂલવાનમાંથી 3 બાળકો પટકાયા,RTO કરશે ડ્રાઇવ

અમદાવાદ,

અમદાવાદમાં વેનમાંથી બાળક પડી જવા મુદ્દે RTO એકશનમાં મોડમાં છે.આજે પૂર્વ-પશ્ચિમ બંને વિસ્તારોમાં RTO ડ્રાઇવ કરશે. ઉલ્લેખનિય છે કે નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલમાં સવારની પાળીના 22 વિદ્યાર્થીને લઈને જતી વાન બગડતા અડધા રસ્તેથી અન્ય એક ઇકો ગાડીમાં 22 વિદ્યાર્થીને ટ્રાન્સફર કરીને ખીચોખીચ બેસાડી લઈ જવાતા હતા.એ દરમિયાન ઇકોની વધારે સ્પીડને કારણે ડાબી સાઇડનો દરવાજો ખૂલી જતા એક વળાંક પર ત્રણ વિદ્યાર્થી નીચે પડી જતાં તેમને નાનીમોટી ઈજા થઈ હતી.

આ અંગે વિદ્યાર્થિનીએ વાહન ડ્રાઇવર કાળુ દેસાઈ અને માલિક પ્રવીણ જયસ્વાલ વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાળુભાઈ ઇકો લઈ નિકોલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઇશ્વર બંગલો વળાંક પર વળતા વધારે પડતી સ્પીડને કારણે વાનનો ડાબી સાઇડનો દરવાજો ખૂલી ગયો હતો, જેથી વાનમાં બેઠેલા ત્રણ વિદ્યાર્થી નીચે પટકાયા હતા. તેમાં 11 કોમર્સમાં અભ્યાસ કરતી નિકોલમાં રહેતી  કીર્તિ કલ્પેશભાઈ ઠાકોર (અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને પડી જવાને કારણે ઇજા પહોંચી હતી

આપને જણાવીએ કે આ ઘટનામાં ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી  વિદ્યાર્થીનીને ઇજાઓ પહોચી હતી અને તેમે બે બાળકોને પોતાના ખોળામાં રાખી ઇજા થતાં બચાલી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે ઘટનાના કલાકો બાદ ટ્રાફિક પોલીસે મોડી રાત્રે ગુનો નોધ્યો. તો બીજી બાજુ વસ્ત્રાલ એઆરટીઓ તો ઉંઘતા જ રહ્યા અને સાંજે પાંચ વાગ્યે સ્કૂલ બંધ થયા બાદ સ્કુલે પહોંચ્યા હતા.પંચામૃત સ્કૂલની સમગ્ર ઘટના અંગે રાજ્ય શિક્ષણ વિભાગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પાસે રિપોર્ટ