Not Set/ સિંહોના મોતનો મામલો : મૃત્યુ પામેલા તમામ સિંહોનો કરાયો અગ્નિસંસ્કાર

અમરેલીના દલખાણિયા વિસ્તારમાં થયેલા 23 સિંહોના ટપોટપ મોતથી સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. વનવિભાગ અને સરકાર પણ તેમના મોતનું કારણ જાણવા માટે અનેક પ્રયત્નો કર્યા બાદ સાબિત થયું કે સિંહોના ઇનફાઇટ અને પ્રોટોઝોઆ વાયરસ લાગવાને કારણે મોત થયા છે. અમરેલીના દલખાણીયા વિસ્તારમાં મોત થયેલા તમામ સિંહોના પોસ્ટમોર્ટમ કર્યા બાદ સિંહોના વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. […]

Top Stories Gujarat Others
phpThumb generated thumbnail 1 સિંહોના મોતનો મામલો : મૃત્યુ પામેલા તમામ સિંહોનો કરાયો અગ્નિસંસ્કાર

અમરેલીના દલખાણિયા વિસ્તારમાં થયેલા 23 સિંહોના ટપોટપ મોતથી સિંહ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. વનવિભાગ અને સરકાર પણ તેમના મોતનું કારણ જાણવા માટે અનેક પ્રયત્નો કર્યા બાદ સાબિત થયું કે સિંહોના ઇનફાઇટ અને પ્રોટોઝોઆ વાયરસ લાગવાને કારણે મોત થયા છે.

અમરેલીના દલખાણીયા વિસ્તારમાં મોત થયેલા તમામ સિંહોના પોસ્ટમોર્ટમ કર્યા બાદ સિંહોના વિધિવત રીતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

lioncub rajula e1538893970289 સિંહોના મોતનો મામલો : મૃત્યુ પામેલા તમામ સિંહોનો કરાયો અગ્નિસંસ્કાર

23 સિંહોના મોતની તમામ તપાસ બાદ અંતે સિંહોના મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. અમરેલીના દલખાણિયા વિસ્તારમાં સિંહોના અગ્નિદાહ કરવામાં આવ્યા હતા.

4 સિંહોના મૃતદેહને ધારીના ભૂતિયા બંગલે તથા 3 સિંહબાળને જંગલમાં ઘટના સ્થળે અને 16 સિંહોના મૃતદેહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે અગ્નિદાહ અપવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે, સિંહોની સારવાર માટે અમેરિકાથી સ્પેશિયલ રસી મંગાવવામાં આવી છે.