Not Set/ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત, ભાજપ પ્રવેશ સામે પ્રશ્નાર્થ

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અનેક અટકળો બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અલ્પેશ ઠાકોરના નજીક ગણાતા ધવલસિંહ ઝાલા પર કોંગ્રેસમાંથી રાજીનામું આવે તેવી પણ શક્યતા દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રસમાં નારાજ છે […]

Top Stories
Alpesh JPG અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત, ભાજપ પ્રવેશ સામે પ્રશ્નાર્થ

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અનેક અટકળો બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપતાં રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અલ્પેશ ઠાકોરના નજીક ગણાતા ધવલસિંહ ઝાલા પર કોંગ્રેસમાંથી રાજીનામું આવે તેવી પણ શક્યતા દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રસમાં નારાજ છે અને ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ અગાઉ વહેતી થઇ હતી પરંતુ બાદમાં પ્રદેશ કોંગ્રેસ અલ્પેશ મનાવવા માટે સફળ થયું હોય તેવી પણ વાત વહેતી થઇ હતી ત્યારે હવે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે. મહત્વની વાત તો એ છે કે અલ્પેશ ઠાકોર દારૂબંધી અને વ્યસન મુક્તિને લઇને આંદોલન શરૂ કર્યુ હતું..અને બાદમાં રાજકારણમાં પ્રવેશ મેળવીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ત્યારબાદ રાધનપુર વિધાનસભામાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા. તેમાંથી તેઓ જીત્યા પણ હતા ત્યારે હવે અનેક અટકળો બાદ અલ્પેશ પંજાનો સાથ છોડી દીધો છે.

IMG 20190410 WA0000 1 અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત, ભાજપ પ્રવેશ સામે પ્રશ્નાર્થ
Alpesh rajinamu

અગાઉ અલ્પેશના ખાસ કહેવાતા ધવલ ઝાલાએ કહ્યું હતું કે અલ્પેશ કૉંગ્રેસ છોડી શકે છે.

કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહે પણ રાજીનામા અંગે મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું હતું. તેમને કહ્યું કે, હાલ અમે કોઇ ચોક્કસ નિર્ણય પણ પહોંચ્યા નથી. અમે ત્રણેય ધારાસભ્યો એક સાથે બેસીને ચર્ચા કરીશું અને ત્યારબાદ ચોક્કસ નિર્ણય પર ઉતરીશું. અમે અલ્પેશ ઠાકોર સાથે પણ ચર્ચા કરીને તેઓ જે નિર્ણય લેશે તેનું સમર્થન કરીશું.

ધવલસિંહે કહ્યું કે મારા માટે સમાજ મહત્વનો છે, જો સમાજ મને ના પાડશે તો હું ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દઇશ. તેમને વધુમાં ઉમેર્યું કે, અલ્પેશ ઠાકોર પોતાનો નહીં સમાજનો નિર્ણય લે છે. કોર કમિટીની અમારા પર નારાજગી અમારા માટે શિરોમાન્ય છે. જેથી આગામી સમયમાં જે તે નિર્ણય લેશે તે અમને માન્ય રહેશે.

આ અગાઉ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના કોર કમિટી ની મિટિંગ મળી હતી. કોર કમિટીએ નિર્ણય લીધો તેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દો પરથી 24 કલાકમાં રાજીનામુ આપે તેવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસ છોડવાનું લગભગ નક્કી થઈ ગયું હતું.અલ્પેશ ઠાકોરે ફેસબુક પેજથી પોસ્ટ  ડિલીટ કરી અલ્પેશે કોંગ્રેસની તમામ પોસ્ટ ડિલીટ કરી છે.