Election/ છત્તીસગઢ ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, સિસોદિયા અને સંજય સિંહના નામ પણ સામેલ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સુપરત કરી છે. આ યાદીમાં 37 નામ સામેલ કરવામાં આવ્યા છે

Top Stories India
9 18 છત્તીસગઢ ચૂંટણી માટે AAPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, સિસોદિયા અને સંજય સિંહના નામ પણ સામેલ

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સુપરત કરી છે. આ યાદીમાં 37 નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને AAPના સંગઠન મહાસચિવ સંદીપ પાઠકના નામ સામેલ છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં મનીષ સિસોદિયા અને સંજય સિંહનું નામ પણ ત્રીજા અને પાંચમાં નંબરે છે, જેઓ હાલમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. દિલ્હી અને પંજાબના મંત્રીઓ ઉપરાંત AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજન સિંહને AAP દ્વારા છત્તીસગઢ માટે સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.

છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે. રાજ્યની કુલ 90 બેઠકોમાંથી, પ્રથમ તબક્કામાં નક્સલ પ્રભાવિત બસ્તર વિભાગના સાત જિલ્લાઓ અને મોહલા-માનપુર-અંબાગઢ ચોકી, રાજનાંદગાંવ, ખૈરાગઢ-છુઈખાદાન-ગંડાઈ અને કબીરધામ જિલ્લામાં આવતી 20 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં બાકીની 70 બેઠકો પર મતદાન થશે.