Not Set/ અમરેલી/ 17 લોકોને ફાડી નાખનાર દીપડાને પકડવા મેગા ઓપરેશન શરૂ,ઠાર કરવાના પણ હુકમો

અમરેલીના વિસાવદર, બગસરા, ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા બાદ હવે વન વિભાગે તેને પકડવા મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.વનવિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે જરૂર પડશે તો આ માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવશે. અમરેલી જિલ્લા કલેકટર અને સીસીએફની સયુંકત પત્રકાર પરિષદમાં જણાવ્યું, આજે સાંજથી મેગા ઓપરેશન શરૂ થશે. તેમજ ખેડૂતોને […]

Gujarat Others
Untitled 61 અમરેલી/ 17 લોકોને ફાડી નાખનાર દીપડાને પકડવા મેગા ઓપરેશન શરૂ,ઠાર કરવાના પણ હુકમો

અમરેલીના વિસાવદર, બગસરા, ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા બાદ હવે વન વિભાગે તેને પકડવા મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.વનવિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે જરૂર પડશે તો આ માનવભક્ષી દીપડાને ઠાર મારવામાં આવશે.

અમરેલી જિલ્લા કલેકટર અને સીસીએફની સયુંકત પત્રકાર પરિષદમાં જણાવ્યું, આજે સાંજથી મેગા ઓપરેશન શરૂ થશે. તેમજ ખેડૂતોને અને ખેતમજૂરોને સાંજે સાત વાગ્યા બાદ ખેતર નહીં જવા માટે પણ સુચના આપી દેવાઇ છે.

દીપડાને પકડવા માટે હાલ બગસરાની આજુબાજુ 30 જગ્યાએ પાંજરા મુકાયા છે અને સીસીટીવીની મદદથી દીપડાને પકડવા માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે.

દીપડાને પકડવા અમરેલી, જૂનાગઢ અને ગાંધીનગર વનવિભાગના કર્મચારીઓ સયુંકત ઓપરેશન કરશે.વનવિભાગના ઓપરેશનમાં અમરેલી જિલ્લા પોલીસ ની ટીમ પણ જોડાશે. માનવભક્ષી દીપડાને ઠાર મારવા માટે વનવિભાગના ખાસ શૂટરો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.