Not Set/ રાજુલા નજીકથી પસાર થતો પુલ જર્જરિત હાલતમાં, એમ્બ્યુલન્સને કાઢવી પડી નદીમાંથી

અમરેલી, અમરેલીના રાજુલા નજીકથી પસાર થતા સોમનાથ-ભાવનગર હાઇવે પર આવેલો પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ પુલ જર્જરિત હોવાને કારણે આ પુલ પર અનેક વાર મહાકાય ગાબડાઓ પડે છે. આ પુલ પર થોડાજ સમયમાં 7 વખત ગાબડાઓ પડ્યા છે અને અનેકવાર આ પુલ પર અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે. તંત્રના અધિકારીઓને રજૂઆત […]

Top Stories Gujarat Others
mantavya 288 રાજુલા નજીકથી પસાર થતો પુલ જર્જરિત હાલતમાં, એમ્બ્યુલન્સને કાઢવી પડી નદીમાંથી

અમરેલી,

અમરેલીના રાજુલા નજીકથી પસાર થતા સોમનાથ-ભાવનગર હાઇવે પર આવેલો પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. આ પુલ જર્જરિત હોવાને કારણે આ પુલ પર અનેક વાર મહાકાય ગાબડાઓ પડે છે.

mantavya 284 રાજુલા નજીકથી પસાર થતો પુલ જર્જરિત હાલતમાં, એમ્બ્યુલન્સને કાઢવી પડી નદીમાંથી

આ પુલ પર થોડાજ સમયમાં 7 વખત ગાબડાઓ પડ્યા છે અને અનેકવાર આ પુલ પર અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે. તંત્રના અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં પણ  કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી.

mantavya 285 રાજુલા નજીકથી પસાર થતો પુલ જર્જરિત હાલતમાં, એમ્બ્યુલન્સને કાઢવી પડી નદીમાંથી

સ્થાનિક દ્વારા પૂલનું સમારકામ થાય તે માટેની માંગ કરી છે. જો આગામી દિવસમાં પૂલનું સમારકામ કરવામાં નહીં આવે તો ચક્કાજામ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

mantavya 289 રાજુલા નજીકથી પસાર થતો પુલ જર્જરિત હાલતમાં, એમ્બ્યુલન્સને કાઢવી પડી નદીમાંથી

આ રોડ પર પીપાવાવ નજીકનો હોવાને કારણે અહીં ભારે તેમજ નાના વાહનોની ભારે અવર-જવર રહે છે. તેમ છતાં અહીં તંત્ર દ્વારા કોઈ ડાઇવર્જન પણ કાઢવામાં આવ્યું નથી.

mantavya 286 રાજુલા નજીકથી પસાર થતો પુલ જર્જરિત હાલતમાં, એમ્બ્યુલન્સને કાઢવી પડી નદીમાંથી

જેના કારણે નદીના પટ્ટમાંથી પાણી હોવા છતાં પણ અહીંથી વાહનો પસાર કરવા વાહન ચાલકો મજબુર બન્યા છે. આ પુલ પર અનેક વાહનો બંધ પણ પડે છે. આજે પણ એમ્બ્યુલન્સ પણ બંધ પાડવાની ઘટના સામે આવે હતી.

mantavya 287 રાજુલા નજીકથી પસાર થતો પુલ જર્જરિત હાલતમાં, એમ્બ્યુલન્સને કાઢવી પડી નદીમાંથી

જેના કારણે અહીંના દર્દીઓ પણ પરેશાન છે. આ ઉપરાંત અનેક વાહનો પણ બંધ પડી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી જેના કારણે અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.