Not Set/ Video: બાળકો સ્ટેજ પર પર્ફોમન્સ કરી રહ્યા હતા તે સમયે સિક્યોરિટી ગાર્ડ દ્વારા કરાયું ફાયરિંગ

અમરેલી, અત્યાર સુધી આપણે લગ્ન પ્રસંગોમાં કે કોઈ અન્ય કાર્યક્રમોમાં ફાયરિંગની ઘટના બનતી જોઈ છે અને જેમાં ઘણીવાર મિસફાયર થતા ઘણા લોકોના મોત થતા પણ જોયા છે. પરંતુ કોઈ સ્કૂલના ઉદ્ઘાટન સમારોહમાં હવામાં ફાયરિંગ થયું હોય એવી આ પહેલી ઘટના સામે આવી છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ પર્ફોર્મન્સ કરી રહ્યા હતા તે સમયે ફાયરિંગ કરવામાં આવ્યું. […]

Top Stories Gujarat

અમરેલી,

અત્યાર સુધી આપણે લગ્ન પ્રસંગોમાં કે કોઈ અન્ય કાર્યક્રમોમાં ફાયરિંગની ઘટના બનતી જોઈ છે અને જેમાં ઘણીવાર મિસફાયર થતા ઘણા લોકોના મોત થતા પણ જોયા છે. પરંતુ કોઈ સ્કૂલના ઉદ્ઘાટન સમારોહમાં હવામાં ફાયરિંગ થયું હોય એવી આ પહેલી ઘટના સામે આવી છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ પર્ફોર્મન્સ કરી રહ્યા હતા તે સમયે ફાયરિંગ કરવામાં આવ્યું. અચાનક જ ફાયરિંગ થતા બાળકો ગભરાઈ પણ ગયા હતાં.

અમરેલીમાં લીલીયા પ્રકૃતિ વિદ્યાલયમાં ફાયરીંગની આ ઘટના સામે આવી છે. વિદ્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં હવામાં ફાયરિંગ થયુ હતુ. અમરેલીના લીલિયાની પકૃતિ વિદ્યાલયમાં ફાયરિંગની ઘટના સામે છે જેમાં બાળકો સ્ટેજ પર પર્ફોમન્સ કરી રહ્યા હતા તે સમયે ફાયરિંગ થયુ હતુ.

મળતી માહિતી મુજબ સિક્યોરિટી ગાર્ડ દ્વારા 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ ફાયરીંગ મામલતદાર, જી. શિક્ષણાધિકારી અને ટીડીઓની હાજરીમાં થયુ હતુ.

આ સમગ્ર મામલે ગંભીર પગલાં ભરવા લોક માંગ ઉઠી થઇ છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાલયના ઉદ્વાટન સમારોહ વખતે જ્યારે વિદ્યાર્થીઓ સ્ટેજ પર પર્ફોમન્સ કરી રહ્યા હતા. ત્યારે અચાનક સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યુ હતુ.