Not Set/ પાટણ/ સાંતલપુર હાઈવે પર ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા માસૂમ બાળકનો લીધો ભોગ

પાટણ જિલ્લાના સાંતલપુર હાઈવે પર ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા માસૂમ બાળકને ટક્કર મારતા બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે.  ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલે મળતી માહિતી અનુસાર કંડલા નેશનલ હાઇવે પર […]

Gujarat Others
aaaaaaaaaaaaaaaaaamaya 3 પાટણ/ સાંતલપુર હાઈવે પર ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા માસૂમ બાળકનો લીધો ભોગ

પાટણ જિલ્લાના સાંતલપુર હાઈવે પર ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા માસૂમ બાળકને ટક્કર મારતા બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે.  ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ મામલે મળતી માહિતી અનુસાર કંડલા નેશનલ હાઇવે પર જ્યારે બાળક રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે પુર ઝડપે આવેલી ટ્રકે માસૂમ બાળકને ટક્કર મારી હતી જે બાદ બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવથી ગયો છે.આ મામલે સાંતલપુર પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે એક પછી એક અટકવાનું નામ જ નથી લઇ રહી. ગઈ કાલે અમદાવાદમાં ડમ્પરે ચારથી વધુ વાહનને અડફેટે લીધા હતા જેમાં ચારના મોત નીપજ્યાં હતા. સરકાર નવા નિયમ લાવી રહી છે તેમ છતાં અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું સરકારના આ નવા મોટર વ્હીકલ નિયમ આવ્યા બાદ અકસ્માતની ઘટનામાં ઓછી થશે ક નહિ.

મોટા વાહન ચાલકો અવારનવાર નાના વાહન ચાલકો અને લોકોને અડફેટે લઇ રહ્યા છે તો શું એ લોકો સામે કોઈ પગલા લેવામાં આવશે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.