Not Set/ આણંદ : ઇરમાની હોસ્ટેલમાં 10 વિદ્યાર્થીઓ શરાબની મહેફિલ માણતા પકડાયા

આણંદ, આણંદની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઈરમાના કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં વિદેશી શરાબની મહેફિલ માણતા 10  વિદ્યાર્થીઓને આણંદ એસઓજી એ રંગે હાથ ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.મેનેજમેન્ટ ના પાઠ ભણાવતી આ સંસ્થામાં આવી ઘટના બીજી વખત બનવા પામી છે ત્યારે આ સંસ્થા ની સુરક્ષા વ્યવસ્થા અને સંસ્થાના મેનેજમેન્ટ પર સવાલ ઉભા થવા પામ્યા છે આણંદ […]

Gujarat
IRMA 1 આણંદ : ઇરમાની હોસ્ટેલમાં 10 વિદ્યાર્થીઓ શરાબની મહેફિલ માણતા પકડાયા

આણંદ,

આણંદની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઈરમાના કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં વિદેશી શરાબની મહેફિલ માણતા 10  વિદ્યાર્થીઓને આણંદ એસઓજી એ રંગે હાથ ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.મેનેજમેન્ટ ના પાઠ ભણાવતી આ સંસ્થામાં આવી ઘટના બીજી વખત બનવા પામી છે ત્યારે આ સંસ્થા ની સુરક્ષા વ્યવસ્થા અને સંસ્થાના મેનેજમેન્ટ પર સવાલ ઉભા થવા પામ્યા છે

આણંદ એસઓજીને શુક્રવારે મોડી રાત્રે બાતમી મળી હતી કે આણંદની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઈરમા  કે જ્યાં મેનેજમેન્ટ ના પાઠ ભણાવવામાં આવે છે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશી શરાબ ની મહેફિલ માણી રહ્યા છે જે આધારે આણંદ એસઓજી એ મોડી રાત્રે દરોડા પડતા હોસ્ટેલ ની એક રૂમ માં 10 વિદ્યાર્થીઓ ભેગા મળી વિદેશી દારૂ ની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા હતા.

પોલીસ ને જોઈ ચોકી ઉઠેલ વિદ્યાર્થીઓ ને ભાગવાનો કોઈ મોકો મળ્યો નહોતો.પોલીસે રૂમ માંથી એક વિદેશી શરાબ ની બોટલ પણ કબ્જે કરી છે.

ઈરમા કેમ્પસમાં અગાઉ પણ રેવ પાર્ટી માણતા માલેતુજાર પરપ્રાંતીય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા ત્યારે આજે વધુ એક વખત ઈરમા માં થી 10 વિદ્યાર્થીઓ શરાબની મહેફિલ માણતા ઝડપાયા છે ત્યારે સમગ્ર દેશ માં ખ્યાતિ ધરાવતી આ શૈક્ષણિક સંસ્થા ની સુરક્ષા અને મેનેજમેન્ટ પર સવાલ ઉભા થયા છે પરવાનગી વગર આ સંસ્થાના કેમ્પસમાં ચકલું પણ ફરકતું નથી ત્યારે વિદેશી શરાબ ની બોટલો કેમ્પસ માં ક્યાંથી લઇ જવાઈ તે એક મોટો સવાલ છે.