સંયુક્ત આપરેશ/ ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો ગુજરત ATS અને કોસ્ટગાર્ડે કર્યો પર્દાફાશ, કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત ATS પાસે ચોક્કસ માહિતી હતી કે, પાકિસ્તાનના કરાંચીથી અલહજ નામની બોટ નીકળી છે. જેમાં મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો છે.

Top Stories
ગુજરત ATS

દેશમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ઇન્ડિયન  કોસ્ટગાર્ડ અને  ગુજરાત ATSએ સંયુક્ત આપરેશ કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. આ ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવવામાં આવતુ હતુ. ગુજરાત ATS પાસે ચોક્કસ માહિતી હતી કે, પાકિસ્તાનના કરાંચીથી અલહજ નામની બોટ નીકળી છે. જેમાં મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો છે. જે બાદ આ માહિતી કોસ્ટ ગાર્ડને પણ આપવામાં આવી. જેથી એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ જણાવેલ સ્થળ પર પેહલાથી જ  પેટ્રોલિંગમાં હતી.

ઇન્ડિયન કોસ્ટગાર્ડે હેરોઈનના 55 પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 280 કરોડ હોવાની શક્યતા છે અને તે કુલ 56 કિલો છે. જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ભારતીય એજન્સીઓને જોઈને પાકિસ્તાની બોટને પાકિસ્તાન સરહદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાન બોટને રોકવા માટે મધ દરિયે ગોળીબાર કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ગુજરાત ATS અને DRIના સંયુક્ત ઓપરેશન થકી કંડલામાંથી અંદાજે 3000 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અફઘાનિસ્તાનથી પાવડરની આડમાં લાવવામાં આવતો હતો.

આ પણ વાંચો:ગોંડલની સિમેન્ટ ફેક્ટરીમાં બ્લાસ્ટ, ત્રણ શ્રમિકોએ ગુમાવ્યું જીવ

આપને જણાવી દઈએ કે, કસ્ટમ વિભાગે રવિવારે પંજાબની અટારી બોર્ડર પરથી 102 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 700 કરોડ હોવાનું કહેવાય છે. આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસર કસ્ટમ્સ (પી) કમિશનરેટ હેઠળના ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઈસીપી) અટારી દ્વારા કુલ 102 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:જિગ્નેશ મેવાણીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, જામીન અરજી પર આજે સુનાવણી

ગુજરાતનું ગૌરવ