Not Set/ મોરબી રોડ પર શાંતિ ડહોળવાનો પ્રયાસ, હનુમાનજીની મૂર્તિને બહાર કાઢીને ફેંકી કચરામાં

રાજકોટ, અસામાજિક તત્વોએ ફરી એક વખત રાજયમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ કલોલના શેરથા ગામે સરદાર પટેલની પ્રતિમા પર પ્લાસ્ટિકની બોટલોનો હાર પહેરાવામાં આવ્યો હતો. ત્યારે હવે મોરબીમાં હનુમાનજીની મૂર્તિ મંદિરમાંથી બહાર કાઢીને કચરામાં ફેંકી દેવાઇ છે. મોરબી શહેરના ગણેશનગર પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં કેટલાક અસામાજિક તત્વોએ હિંદુ સંસ્કૃતિની લાગણી દુભાવવાના પ્રયાસ […]

Gujarat

રાજકોટ,

અસામાજિક તત્વોએ ફરી એક વખત રાજયમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ કલોલના શેરથા ગામે સરદાર પટેલની પ્રતિમા પર પ્લાસ્ટિકની બોટલોનો હાર પહેરાવામાં આવ્યો હતો. ત્યારે હવે મોરબીમાં હનુમાનજીની મૂર્તિ મંદિરમાંથી બહાર કાઢીને કચરામાં ફેંકી દેવાઇ છે.

મોરબી શહેરના ગણેશનગર પાસે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં કેટલાક અસામાજિક તત્વોએ હિંદુ સંસ્કૃતિની લાગણી દુભાવવાના પ્રયાસ કર્યા હતા અને હનુમાનજી મૂર્તિને મંદિરની બહાર ખેંચી કાઢીને કચરામાં ફેંકી દીધી હતી.

જો કે આ ઘટનાથી હનુમાનજીના ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ હતી અને આ કારસ્તાન કરનાર અજાણ્યા શખ્સો વિરુદ્ઘ કાર્યવાહી થાય તે અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવી રીતે અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા શાંતિ ડહોળવાના પ્રયાસને મંતવ્ય ન્યૂઝ વખોડી કાઢે છે અને હનુમાનજીના ભક્તોને શાંતિ રાખવા માટે અપીલ કરે છે.