Not Set/ ભાવનગર: એક જ પરિવારના સભ્યોએ આપઘાત કરતા સમગ્ર પથંકમાં મચી ચકચાર, મોતનું રહસ્ય અકબંધ

ભાવનગર, ભાવનગરના લીલા સર્કલ નજીક સત્યમ સોસાયટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરના લીલા સર્કત પાસે સત્યમ રેસીડેન્સી આવેલી છે. જેમાં એક વેપારી પત્ની અને બાળક સાથે રહેતો હતો. સાથે સાથે તે અલંગમાં વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે માતા, […]

Top Stories Gujarat Trending Videos
nxal 6 ભાવનગર: એક જ પરિવારના સભ્યોએ આપઘાત કરતા સમગ્ર પથંકમાં મચી ચકચાર, મોતનું રહસ્ય અકબંધ

ભાવનગર,

ભાવનગરના લીલા સર્કલ નજીક સત્યમ સોસાયટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરના લીલા સર્કત પાસે સત્યમ રેસીડેન્સી આવેલી છે. જેમાં એક વેપારી પત્ની અને બાળક સાથે રહેતો હતો. સાથે સાથે તે અલંગમાં વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે માતા, પિતા અને પુત્રએ આપઘાત કર્યો છે. નીલેશભાઈએ પોતાની પત્ની અને બાળકોને ઝેર પીવડાવીને સામુહિક આપઘાત કર્યો છે.

બુધારે મોડી સાંજે ઘરમાં નીલેશભાઈ અને તેની પત્નીએ કોઈ પીણામાં ઝેરી દવા નાખીને પીય લીધા બાદ મોડી રાત સુધી આસપાસના વિસ્તારમાં ખબર પડી નોહતી.

જયારે પાડોશી દ્વારા સાંજનો દરવાજો નહિ ખુલ્યો હોવાનું જાણતા મોડી રાત્રે દરવાજો તોડવામાં આવ્યો હતો. તે વખતે લોકોની આંખમાં ત્યારે આંસુ આવી ગયા જ્યારે નાનકડી અઢી વર્ષની મિશ્રી મૃત માતાપિતા અને ભાઈની વચ્ચે રમતી નજરે પડી હતી. માસુમની વચ્ચે સર્જાયેલી કરુણાંતિકાનો ખ્યાલ પડોશીઓને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

એક બ્રાહ્મણ પરિવારની બનેલી ઘટનાને પગલે બ્રહ્મ સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. માનવામાં આવે છે કે ક્યાંક વ્યાજખોરોનું ચક્કર તો નથી ને ક્યાંક માનસિક ત્રાસ હદબારનો તો નથીને.

જો કે પોલીસે હાલ પ્રાથમિક તબક્કે આર્થીક સંકડામણ જાહેર કર્યું છે પણ આગળની તપાસમાં આખરે આર્થિક સંકડામણ પાછળનું કારણ તપાસમાં બહાર આવે તેમ હાલ બ્રહ્મ સમાજ ઈચ્છી રહ્યો છે. ઘટનાની જાણથતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.ઘટના સ્થળ પર DSP સહિત DYSP સ્થળ પર જઈને FSL, ડોગ સ્કોવોડ દ્વારા તપાસ હાથ ધરી હતી.

સુત્રોએ જણાવ્યું મુજબ મૃતક નિલેશભાઇ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને આર્થિક સંકડામણમાં નીલેશભાઈ અને તેની પત્નીએ આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. નીલેશભાઈ ઉપધ્યાય અને તેમની પત્ની હિરલબેન અને ૭ વર્ષના ભાવિકના મૃતદેહને પીએમ માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.