Not Set/ ભુજ : માધાપરના યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો

ભુજ, ભુજમાં લાશો મળવાનો સીલોસીલો ચાલી રહ્યો છે. કુકમા પાણીના સમ્પમાંથી બે સગી બહેનો અને એક યુવકની લાશ મળ્યાના થોડા જ કલાકોની અંદર માધાપર નવાવાસની ભાગોળે ભુજોડી તરફ જતાં માર્ગે એક વાડીની અંદર ઝાડ પર એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે. આપને જણાવીએ કે સુખપાલસિંહ લખમણસિંહ ચૌહાણનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો […]

Top Stories Gujarat Others
aaae 8 ભુજ : માધાપરના યુવકનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો

ભુજ,

ભુજમાં લાશો મળવાનો સીલોસીલો ચાલી રહ્યો છે. કુકમા પાણીના સમ્પમાંથી બે સગી બહેનો અને એક યુવકની લાશ મળ્યાના થોડા જ કલાકોની અંદર માધાપર નવાવાસની ભાગોળે ભુજોડી તરફ જતાં માર્ગે એક વાડીની અંદર ઝાડ પર એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો છે.

આપને જણાવીએ કે સુખપાલસિંહ લખમણસિંહ ચૌહાણનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો છે. મૃતક માધાપર નવાવાસમાં પંકજનગરમાં રહેતો હતો અને માધાપરની નવચેતન અંધજન મંડળમાં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ચાર-પાંચ દિવસથી તે ગુમ થયેલો હતો. અને અચાનક તેની પીપળના ઘેઘુર ઝાડની અંદર ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. ખેતરમાં કામ કરતી મહિલાઓએ વાડીમાલિકને જાણ કરતાં બનાવ સામે આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક યુવક અપરિણીત હોવાનું સામે આવ્યું છે.અને આપઘાત કર્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. તેનો મૃતદેહ જે ઝાડ પાસેથી મળી આવ્યો તે ઝાડને અડીને આવેલી વાડીની પાળી પર જ તેની તેના મિત્રો સાથે બેઠક હતી.

જણાવીએ કે મૃતકનો મોટો ભાઈ અરવિંદસિંહ ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાનું અને મૂળ આ પરિવાર બનાસકાંઠાના સૂઈ તાલુકાના રડોસણ ગામનો વતની હોવાનું જાણવા મળી રહ્યું છે.

ખાસ વાત એ છે કે આ યુવકે ત્રણેક દિવસ અગાઉ આપઘાત કર્યો હોવાની શક્યતા છે. મૃતદેહ અત્યંત ફોગાઈ-ફૂલાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.