Not Set/ વડોદરા/ ઘર છોડી ભાગેલો કરોડપતિનો પુત્ર શિમલાની હોટલમાં વાસણ માંજતો હતો..પછી શું થયું વાંચો

માનસિક તણાવમાં આવી ગયેલા અનેક યુવક યુવતિઓ પોતાનું ઘર છોડીને દૂર ચાલ્યા જતા હોય છે, પરંતુ ઘરથી દુર અજાણ્યા પ્રદેશમાં તેમને કડવી સચ્ચાઇનો સામનો કરવો પડે છે.વડોદરાના પાદરાના એક ઓઈલના વેપારીના 19 વર્ષના પુત્રને ભણતરમાં રસ નહોતો અને તે ઘર છોડી ભાગી ગયો હતો.જો કે એશોઆરામ વાળું ઘર છોડ્યા પછી તેને હોટલનો કચરો સાફ કરવો […]

Gujarat Vadodara
mahiaap વડોદરા/ ઘર છોડી ભાગેલો કરોડપતિનો પુત્ર શિમલાની હોટલમાં વાસણ માંજતો હતો..પછી શું થયું વાંચો

માનસિક તણાવમાં આવી ગયેલા અનેક યુવક યુવતિઓ પોતાનું ઘર છોડીને દૂર ચાલ્યા જતા હોય છે, પરંતુ ઘરથી દુર અજાણ્યા પ્રદેશમાં તેમને કડવી સચ્ચાઇનો સામનો કરવો પડે છે.વડોદરાના પાદરાના એક ઓઈલના વેપારીના 19 વર્ષના પુત્રને ભણતરમાં રસ નહોતો અને તે ઘર છોડી ભાગી ગયો હતો.જો કે એશોઆરામ વાળું ઘર છોડ્યા પછી તેને હોટલનો કચરો સાફ કરવો પડ્યો હતો અને વાસણો ધોવા પડ્યા હતા.

14 ઓક્ટોબરે વાસદની એન્જનિયરિંગ કૉલેજમાં ભણતો દ્વારકેશ ઠક્કર ઘરે કૉલેજ જવાનું કહીને નીકળી ગયો હતો. દ્વારકેશને કૉલેજ જવું કે ભણવું જરાય પસંદ નહોતું એટલે તેણે ઘર છોડ્યું હતું.ઘરમાંથી નીકળીને તે વડોદરા રેલવે સ્ટેશન જતો રહ્યો. ત્યાંથી તેણે દિલ્હીની ટ્રેન પકડી અને ગુમ થઈ ગયો.

દ્વારકેશ ગુમ થતા તેના પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.પોલીસે પણ તેને શોધવા ભરપૂર પ્રયાસ કર્યા હતા.દ્વારકેશ મોબાઈલ ફોન ઘરે મૂકી ગયો હતો.પોલિસ પાસે તેને શોધવા માટે ફક્ત વડોદરા રેલવે સ્ટેશનનું સીસીટીવી ફૂટેજ અને એક રિક્ષા ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ હતું જેણે કહ્યું કે તેણે તેને વડોદરાના અક્ષર ચોક ઉતાર્યો હતો.

જો કે દિવસો વીતતા પોલીસે આ કેસમાં લગભગ હાર માની લીધી હતી. બીજી તરફ દ્વારકેશ શિમલા પહોંચી ગયો હતો.તેણે અહીંની હોટેલોમાં વાસણ માજવાનું અને કચરો સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું.એ જે હોટેલમાં કામ કરતો તેના  મેનેજરની નજર છોકરાને પારખી ગઈ. તેને લાગ્યું કે આ છોકરો કોઈ સાધારણ ઘરનો નથી લાગતો. તેનું આઈડી કાર્ડ લીધા પછી મેનેજરે પાદરા પોલીસ સ્ટેશનને સંપર્ક કર્યો.

પાદરા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એસ.એ કરમુરે જણાવ્યું કે મેનેજરે છોકરાના આઈડી કાર્ડનો ફોટો અમને મોકલ્યો. પાદરાના પોલીસ કર્મીઓએ તરત જ દ્વારકેશનેે  ઓળખી કાઢ્યો.યોગાનુયોગ વડોદરા પોલીસના કોન્સ્ટેબલ સંજયસિંહ ગોહિલઅન્ય કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મહિડા સાથે હિમાચલ પ્રદેશ વેકેશન માટે ગયા હતા. ગોહિલ અને મહિડા તરત જ છોકરાને શોધવા હોટેલ પહોંચ્યા પરંતુ ઠક્કર ત્યાંથી નીકળી ગયો હતો.

હોટેલના મેનેજરે જણાવ્યું કે છોકરાએ તેમને કહ્યું હતું કે તે હાઈવેની ઈટરી અને ગલ્લા પર કામ કરતો હતો અને તેને જે ખાવા મળે તેના પર ગુજરાન ચલાવતો હતો. આથી અમે બધી જ નાની ઈટરીનો સંપર્ક કર્યો અને સ્થાનિક ટેક્સી ડ્રાઈવર સાથે છોકરાનો ફોટો અને નંબર શેર કર્યા.

સોમવારે મધરાતે એક ટેક્સી ડ્રાઈવરે ગોહિલને ફોન કરીને જાણ કરી કે તે શિમલામાં ફૂટપાથ પર સૂતો જોવા મળ્યો છે. બંને પોલીસ કર્મી ત્યાં દોડી ગયા હતા અને તેમણે યુવકને પોતાની ઓળખ આપી હતી. તેમણે ઠક્કરના મા-બાપને પણ જાણ કરી જે તરત જ દીકરાની કસ્ટડી લેવા શિમલા આવી પહોંચ્યા હતા.

ગોહિલે કહ્યું કે દ્વારકેશે અમને કહ્યું કે તેને કૉલેજ કે ભણવું જરાય નથી ગમતું. આથી તે ઘરેથી ભાગી જવા માંગતો હતો.દ્વારકેશના કાકા કેતન ઠક્કરે જણાવ્યું કે અમારો દીકરો મળી ગયો છે તે અમારા માટે મોટી રાહતના સમાચાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.