Not Set/ સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ, જાણો તેની ખાસિયતો

સુરત, સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું આજે ઉદ્ઘાટન કરાયુ..સીએમ રૂપાણીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાયુ. અઠવા લાઇન્સ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સીએમ રૂપાણીએ રીબીન કાપી બ્રિજનું લોકાર્પણ કર્યુ. આ બ્રિજની લંબાઈ 918 મીટર અને પહોળાઈ 24 મીટર છે. આ બ્રિજ રાજ્યનો પ્રથમ ટુ વે કેબલ સ્ટેઇડ બ્રિજ છે. આ બ્રિજનો 150 મીટર ભાગ કોઈ જ […]

Top Stories Surat
mantavya 51 સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ, જાણો તેની ખાસિયતો

સુરત,

સુરતમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું આજે ઉદ્ઘાટન કરાયુ..સીએમ રૂપાણીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરાયુ. અઠવા લાઇન્સ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સીએમ રૂપાણીએ રીબીન કાપી બ્રિજનું લોકાર્પણ કર્યુ.

mantavya 54 સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ, જાણો તેની ખાસિયતો

આ બ્રિજની લંબાઈ 918 મીટર અને પહોળાઈ 24 મીટર છે. આ બ્રિજ રાજ્યનો પ્રથમ ટુ વે કેબલ સ્ટેઇડ બ્રિજ છે. આ બ્રિજનો 150 મીટર ભાગ કોઈ જ સ્પાન વગર ફક્ત કેબલના આધારે ટકેલો છે. આ બ્રિજની અવધી 100 વર્ષ છે.

mantavya 52 સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ, જાણો તેની ખાસિયતો

આ બ્રિજ પર એક સાથે 150 ટ્રક ઉભી રહી શકે છે. એટલે કે બ્રિજ એટલું વજન સહન કરી શકે છે. ભૂકંપ સહિતની કુદરતી આફતો સામે આ બ્રિજ ટકી રહે તેવી રીતે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

સામાન્ય રીતે બ્રિજમાં બે પીલર્સ વચ્ચેનું અંતર 50 મીટર હોય છે. પરંતુ કેબલ સ્ટેઇડ બ્રિજમાં આ અંતર 150 મીટર છે. આ બ્રિજ પરના પીલરની ઊંચાઈ 110 ફૂટ છે. આ બ્રિજમાં 1632 કેબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તમામ કેબલનું વજન ગણીએ તો 88 ટન થાય છે.

trial2 FINALE સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ, જાણો તેની ખાસિયતો
આ બ્રિજની એક વિશેષતા એવી પણ છે કે, તેના પર જ નિર્ધારિત કરતા વજન વધી જશે તો આપમેળે સાઇરન વાગવા લાગશે. આ માટે બ્રિજમાં ખાસ સિસ્ટમ લગાવવામાં આવી છે. બ્રિજને તૈયાર કરવા માટે ચીન અને અમેરિકાના નિષ્ણાત લોકોની સલાહ લેવામાં આવી છે.

mantavya 53 સુરત: કેબલ સ્ટેઇડ બ્રિજનું સીએમ રૂપાણીના હસ્તે લોકાર્પણ, જાણો તેની ખાસિયતો

સ્પેશ્યલ લાઇટિંગ ઇફેક્ટ આપવામાં આવી છે જેથી કરીને રાત્રે તાપીના પાણીમાં પડતા તેના પ્રતિબિંબના કારણે આ બ્રિજ વધારે આકર્ષક લાગે છે. અંદાજે દોઢથી 3 કરોડનો ખર્ચ આ લાઇટિંગ ઇફેક્ટ પાછળ થવાનો હોવાનું મનાય છે. આ બધામાં સામાન્ય નાગરિકો માટે ખુશખબર એ છે કે આ બ્રિજ પર ઊભા રહીને આસપાસનો નજારો નિહાળવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.