Not Set/ ૫૮ વર્ષ બાદ કોંગેસ વર્કિંગ કમિટીની બેઠક 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં યોજાશે

ગાંધીનગર, આ વખતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વડાપ્રધાન મોદી અને અમિત શાહના માદરે વતન  ગુજરાતમાં રાખવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઇને કોંગ્રેસ પક્ષ ધ્વારા આયોજન અને વ્યૂહરચના બનાવવાની યોજના બનાવી રહી છે. આ વ્યૂહરચના હેઠળ ફેબ્રુઆરીના અંતમાં યોજાનાર કોંગ્રેસની કાર્યકારી બેઠક દિલ્હીમાં નહી પણ ગુજરાતમાં યોજાશે. પહેલાં આ બેઠક અમદાવાદમાં ૨૬મી ફેબ્રુઆરીએ રાખવામાં […]

Uncategorized
qpp 13 ૫૮ વર્ષ બાદ કોંગેસ વર્કિંગ કમિટીની બેઠક 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં યોજાશે

ગાંધીનગર,

આ વખતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક વડાપ્રધાન મોદી અને અમિત શાહના માદરે વતન  ગુજરાતમાં રાખવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઇને કોંગ્રેસ પક્ષ ધ્વારા આયોજન અને વ્યૂહરચના બનાવવાની યોજના બનાવી રહી છે. આ વ્યૂહરચના હેઠળ ફેબ્રુઆરીના અંતમાં યોજાનાર કોંગ્રેસની કાર્યકારી બેઠક દિલ્હીમાં નહી પણ ગુજરાતમાં યોજાશે.

પહેલાં આ બેઠક અમદાવાદમાં ૨૬મી ફેબ્રુઆરીએ રાખવામાં આવી હતી. જે હાલ ૨૮ ફેબ્રુઆરીએ અડાલજ ખાતે યોજાશે. જેમાં કોંગેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, મનમોહન સિંહ સહિત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર હશે.

આપને જણાવી દઈએ કે, ૫૮ વર્ષ બાદ ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક યોજવામાં આવી રહી છે. આ પહેલાં ૧૯૦૨, ૧૯૨૧, અને ૧૯૬૧ માં ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ ચૂકેલ છે.

નોંધનીય છે કે, રાહુલ ગાંધી ગુરુવારે ગુજરાતના વલસાડના ઐતિહાસિક ધરમપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. અહીંની લાલ ડુંગરી ગામ કોંગ્રેસ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, આ જ ગામથી વર્ષ ૧૯૮૦માં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ના દાદી ઇન્દિરા ગાંધી અને વર્ષ ૧૯૮૪ માં તેમના પિતા રાજીવ ગાંધીએ અને ૨૦૦૪માં માતા સોનિયા ગાંધીએ પણ તેમનો ચૂંટણી ઝુંબેશ શરુ કરી હતી.

કૉંગ્રેસના નેતા માને છે કે ગુજરાતમાં સીડબલ્યુસીની બેઠકને લીધે ગુજરાતમાં ઘણો ઉત્સાહ આવશે. જયારે ગુજરાત વડાપ્રધાન મોદી અને અમિત શાહનું ઘર છે. એવામાં, કોંગ્રેસની આ બેઠક પક્ષના કાર્યકરોમાં લોકસભાની ચૂંટણી માટે ઉત્સાહ ભરવા માટે ખૂબ જ અસરકારક સાબિત થશે.

આજે આ મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં કોંગેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ૫૮ વર્ષ બાદ ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. બેઠકમાં કોંગ્રેસની દિશા અને નીતિ નક્કી કરાશે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આવશે અને રોડ શો કરશે. રાહુલ ગાંધીને ગુજરાત સાથે આત્મીયતાનો નાતો છે. રાહુલ ગાંધી જનસંપર્ક રેલી પણ ગુજરાતમાં યોજશે. દેશમાં પરિવર્તનની લહેર શરૂ થઈ છે. બેઠકની શરૂઆત ગાંધી આશ્રમ ખાતે પુષ્પાંજલિ કરી શરૂ કરાશે. ચૂંટણી લક્ષી સૂચનો લેવાય છે. ઉમેદવારોની પસંદગી ટૂંક જ સમયમાં નક્કી કરશે. પ્રજાના લોકપ્રિય ઉમેદવારની પસંદગી કરશે

દેશના જવાનોની નિર્મમ હત્યા મામલે પણ શોક વ્યક્ત કરતા નીવેદન આપ્યું હતું કે, શહીદોને રાહુલજી સહિતના લોકોએ શ્રદ્ધાંજલિ આપી. આતંકવાદનો સફાયો થાય તે દેશવાસીઓની લાગણી. દેશની લાગણીને કોંગ્રેસે સમર્થન કર્યું. કોંગ્રેસ સરકારનું સંપૂર્ણ સમર્થન કરશે