Politics/ ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસને મળશે નવા પ્રમુખ અને વિપક્ષ નેતા

રાહુલ ગાંધી તેમજ અશોક ગહેલોતના નજીકના ગણાતા રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી રધુ શર્માને ગુજરાત કૉંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. હાલ રાજસ્થાન સરકારમાં ડો રધુ શર્મા સ્વાસ્થ્ય મંત્રી છે

Mantavya Exclusive

ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી નિતૃત્વ સંકટનો સામનો કરી રહ્યુ છે. ત્યારે રાજીવ સાંત્વના નિધનથી ખાલી પડેલી જગ્યા પર આખરે પાંચ મહિના બાદ પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રભારીની નિમણૂક કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની સરકારમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરીકે ની જવાબદારી સાંભળતા ડો. રઘુ શર્માને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકેનો કંટાળો તાજ પહેરાવવામાં આવ્યો હોય તેવી રાજકીય વિશ્લેષકોનું માનવું છે જેનું કારણ છે કે પ્રભારીને આવતા સાથે જ તેમને પ્રમુખ અને વિપક્ષ નેતાના પદને લઈને ખાસ રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગર પાલિકા સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું.

ડો રઘુ શર્માની પ્રભારી તરીકેની જાહેરાત થતા જ તેમને ગુજરાત કોંગ્રેસની કમાન સાંભળી લીધી છે . શનિવાર થી 2 દિવસના ગુજરાત પ્રવાસે ડો. રઘુ શર્મા આવી રહ્યા છે ત્યારે તેઓ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક યોજશે સાથે જ કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ બેઠક યોજી ગુજરાત કોંગ્રેસની હાલ ની સ્થિતિ પર ખાસ રિપોર્ટ તૈયાર કરશે.. તેમજ નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાના નામ પર પણ ચર્ચા કરશે સાથેજ પ્રમુખ અને વિપક નેતા તરીકે ૩ ૩ નામોની પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડ ને સોંપશે.

* પ્રદેશ પ્રમુખ તરીકે સંભવિત નામ
– ભારતસિંહ સોલંકી
– અર્જુન મોઢવાડીયા
– નરેશ રાવલ

* વિપક્ષ નેતા
– શૈલેષ પરમાર
– પુંજાભાઈ વંશ
– અનિલ જોષીયારા

પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષ નેતાના નામોને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક અટકળો ચાલી રહી છે પરંતુ BJPની જેમ આ વખતે AICCએ પ્રભારીના નામની જાહેરાત કરીને સરપ્રાઈઝ આપી તેવી જ સરપ્રાઈઝ આપે તો નવાઈ નહીં.. કેમ કે પ્રભારી તરીકે ડો.રઘુ શર્માના નામની ચર્ચા ક્યાંય થઈ નથી પરંતુ ડો.રઘુ શર્મા રાહુલ ગાંધીના પણ નજીકના માનવામાં આવી રહ્યા છે.. ત્યારે ડો રઘુ શર્માની ૨ દિવસ ની ગુજરાત મુલાકત બાદ દિવાળી પહેલાજ ગુજરાત કોંગ્રેસને નવા સુકાની મળી શકે છે