Not Set/ રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, આજે નોધાયા 3,794 નવા કેસ

જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,88,470 ઉપર પહોંચ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 53 લોકોના મૃત્યુ થયા છે. 

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં  કોરોના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં  આરોગ્ય વિભાગના જણાવ્યા અન્બુસર છેલ્લા 24 કલાકમાં 3,794 નવા કોરોના કેસ સામે આવ્યા છે.  જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,88,470 ઉપર પહોંચ્યો છે.  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 53 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  8,734 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,03,760 છે.  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 75,134 છે.  જેમાંથી 652 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 74 હજાર 482 દર્દીની હાલત સ્થિર છે.