Not Set/ રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી

છેલ્લાં 24 કલાકમાં 3,187 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,91,657 પહોંચ્યો છે. 

Top Stories Gujarat Others Trending
corona in india 20 may રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી

ગુજરાત રાજ્ય્માંકોરોના વાઇરસની બીજી લહેરની પકડ ઢીલી પડી રહી છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં ઘટાડો નોધાઇ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 3,187 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7,91,657 પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 45 લોકોનાં મૃત્યુ થયા છે.  રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 9,305 છે.  ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,13,065 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 68,971 એ.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 459 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 181 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 86 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 337 કેસ, જ્યારે ગ્રામ્યમાં 118 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 152 કેસ અને ગ્રામ્યમાં 123 કેસ નોંધાયા છે.

corona cases update રાજ્યમાં નવા કેસની સરખામણીએ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી