Not Set/ મોરબી નગરપાલિકામાં એસીબીનો સપાટો, રેતીનો પ્રતિબંધ છતાં પાલિકાએ કર્યો વેપલો

મોરબી, મોરબી નગરપાલિકા દ્રારા વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાની ઉઠેલી ફરિયાદના પગલે એસીબીનો કાફલો ઉતરી પડયો હતો. જેના પગલે પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ બ્રાહ્મણી નદીમાંથી રેતી ખનનની પાબંદી હોવા છતાં રેતી ખરીદીના ભાવ મંગાવી ગેરરીતિ આચરવામાં આવી રહી હતી. પાલિકામાં કોઈને કોઈ કીમિયો રચીને આચરવામાં આવતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ […]

Top Stories Gujarat Others
mantavya 487 મોરબી નગરપાલિકામાં એસીબીનો સપાટો, રેતીનો પ્રતિબંધ છતાં પાલિકાએ કર્યો વેપલો

મોરબી,

મોરબી નગરપાલિકા દ્રારા વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાની ઉઠેલી ફરિયાદના પગલે એસીબીનો કાફલો ઉતરી પડયો હતો. જેના પગલે પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તેમજ બ્રાહ્મણી નદીમાંથી રેતી ખનનની પાબંદી હોવા છતાં રેતી ખરીદીના ભાવ મંગાવી ગેરરીતિ આચરવામાં આવી રહી હતી.

પાલિકામાં કોઈને કોઈ કીમિયો રચીને આચરવામાં આવતી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ માગતી એક અરજી સરકારમાં કરવામાં આવી હતી. તે અરજી અન્વયે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા અને તપાસ અધિકારીએ મોરબી નગરપાલિકામાં પહોંચી હિસાબ રેકર્ડ તપાસવાનુ શરૂ કર્યું હતું.

આ શરૂ થયેલી તપાસથી ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં કટકટાવી જનારાઓના હોશ ઉડી ગયા હતા. કેમકે થયેલી અરજીમાં સુધરાઈ સભ્યોની મિલકત મા કેટલો વધારો થયો છે?.તેની તપાસ કરવાની પણ માગણી કરવામાં આવી હતી.

આ બાબતે વાત કરીએ તો નગરપાલિકામાં થઈ રહેલા વિકાસ કામો ચાર કે છ માસમાં જ તૂટી જાય છે તેવા તકલાદી રોડ બનાવવામાં આવે છે જેમાં હલકી પ્રકારના ગુણવતાનું મટીરીયલ્સ વાપરવામાં આવ્યું હોય તેવું જણાય છે.

જ્યારે કબીર શેરીમાં થઈ રહેલા બાંધકામને નગરપાલિકાએ નોટિસ મારી પછી કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી છે તો આવા નોટિસ આપ્યા પછી કેટલા બાંધકામોના કામ ચાલુ રાખવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવે.

આ સાથે ૧૩ શૌચાલયના રીપેરીંગ ખર્ચ રૂ.૩૮ લાખ, ટાઉન હોલના ટેન્ડર, ગેરેજ વિભાગમાં ડીઝલ ખરીદ કર્યાના બીલની ચકાસણી અને ધનાળા ગામે રેતી ખનન પર સરકારી પાબંધી છે છતાં આ બ્રાહ્મણી નદીમાંથી રેતી ખરીદ કરવાના ભાવ મંગાવીને મોટી ગેરરીતિ આચરવામાં આવી રહી છે. મુદ્દાની તપાસ માગતી અરજી સામાજિક કાર્યકર ગુલમહંમદ કટીયાએ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરી છે.

આ રજૂઆત અન્વયે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ગાંધીનગરના અધિક કમીશ્નરએ પ્રાદેશિક કમિશ્નર રાજકોટને તપાસ કરીને રિપોર્ટ કરવા સૂચના આપી છે અને આ પ્રાદેશિક કમિશ્નરએ ગાંધીધામ નગરપાલિકાના ચીફ ઓફિસરને તપાસ સોંપવામાં આવી હતી.

જેઓએ મોરબી નગરપાલિકામાં આવી હિસાબી રેકર્ડનું ચેકિંગ હાથ ધર્યું છે અને આ સમયે જ કોઈ અલગ તપાસ માટે એસીબીના કર્મચારીએ નગરપાલિકામાં એન્ટ્રી કરતા ભ્રષ્ટાચારીઓની આંખે અંધારા આવી ગયા હતા અને છુપો હડકંપ મચી ગયો હતો.