Not Set/ ગુજરાત પેટા ચૂંટણી : ભાજપે અલ્પેશ ઠાકોરને આપી ટિકિટ, 6 ઉમેદવારોની યાદી કરી જાહેર

ગુજરાતમાં ઓક્ટોબરમાં યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોનાં નામની ઘોષણા કરી છે. ઠાકોર સમાજનાં અગ્રણી ચહેરા ગણાતા અલ્પેશ ઠાકોર, જેમણે કોંગ્રેસ છોડી દીધી હતી અને થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા, તેમને તેમની પરંપરાગત બેઠક રાધનપુરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે જે બેઠકો પર પોતાના ઉમેદવારોનાં નામની […]

Top Stories Gujarat Others

ગુજરાતમાં ઓક્ટોબરમાં યોજાનારી પેટા-ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોનાં નામની ઘોષણા કરી છે. ઠાકોર સમાજનાં અગ્રણી ચહેરા ગણાતા અલ્પેશ ઠાકોર, જેમણે કોંગ્રેસ છોડી દીધી હતી અને થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા, તેમને તેમની પરંપરાગત બેઠક રાધનપુરથી ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે જે બેઠકો પર પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે તેમાં થરાદથી જીવરજીભાઇ જગતભાઇ પટેલ, ખેરાલુથી અજમલભાઇ વાલાજી ઠાકોર, બાયડ બેઠક પરથી ધવઇસિંહ નરેન્દ્રસિંહ, મરાઇવાડીમાંથી જગદીશભાઇ પટેલ અને લુનાવાડાથી જીગ્નેશભાઇ સેવકને પોતાના ઉમેદવારો બનાવ્યા છે. આ સાથે ભાજપે ઠાકોર સમાજનાં અગ્રણી ચહેરો ગણાતા અલ્પેશ ઠાકોરને પણ ટિકિટ આપી છે. ગુજરાતમાં ઓબીસીનાં એક અગ્રણી નેતા તરીકે ઉભર્યા પછી, અલ્પેશ ઠાકોર 2017 ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં જોડાયા હતા અને પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ સાથે જ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.

પાર્ટી દ્વારા જાહેર કરાયેલા અન્ય એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગાંધીએ ગુજરાતમાં આગામી વિધાનસભા પેટા-ચૂંટણીઓ માટે ચાર ઉમેદવારોનાં નામને મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસ ગુજરાતમાં થરાદ બેઠક પરથી ગુલાબસિંહ પીરાભાઇ રાજપૂત, બાયડથી પટેલ જસુભાઇ શિવાભાઇ, અમરાઇવાડીમાંથી ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ અને લુનાવાડાથી ચૌહાણ ગુલાબસિંહ સોમસિંહને મેદાનમાં ઉતારશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.