Not Set/ રાજ્યભરમાં ઠેર-ઠેર જગ્યાએ સર્જાઈ જૂથ અથડામણ અને આગચંપીની ઘટનાઓ, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાની ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ઠેર-ઠેર જગ્યાએ જૂથ અથડામણતેમજ આગચંપી થવાની ઘટનાઓ સામે આવી છે. મહેસાણામાં વિસનગરના હસનપુર ગામે મતદાન કરવા માટે ઉભેલા મતદારો પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જયારે પોલીસે […]

Top Stories
2847c7200284aedeb334684ddaf42c3a રાજ્યભરમાં ઠેર-ઠેર જગ્યાએ સર્જાઈ જૂથ અથડામણ અને આગચંપીની ઘટનાઓ, જુઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાની ૯૩ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ઠેર-ઠેર જગ્યાએ જૂથ અથડામણતેમજ આગચંપી થવાની ઘટનાઓ સામે આવી છે. મહેસાણામાં વિસનગરના હસનપુર ગામે મતદાન કરવા માટે ઉભેલા મતદારો પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જયારે પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.

06d643adcc8c04f5594e43f36c857f03 રાજ્યભરમાં ઠેર-ઠેર જગ્યાએ સર્જાઈ જૂથ અથડામણ અને આગચંપીની ઘટનાઓ, જુઓ

  • વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના વાંકાનેરમાં પણ હિંસાની ઘટના સામે આવી છે. સાવલીના વાંકાનેરમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી. હિંસા ભડકતા દુકાનો અને બાઈકોમાં આગચંપી કરવામાં આવી હતી. હિંસા બાદ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની ટુકડી તૈનાત કરવામાં આવી હતી.
  • આણંદના ટાવરબજારમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ જૂથ અથડામણમાં તલવારથી કરવામાં આવેલા હુમલામાં એક શખ્સ ઘાયલ થયો છે તેમજ ૮ જેટલી કારના કાચ પણ તૂટ્યા છે.

5da0841a816d779dbea54c58533c2647 રાજ્યભરમાં ઠેર-ઠેર જગ્યાએ સર્જાઈ જૂથ અથડામણ અને આગચંપીની ઘટનાઓ, જુઓ

  • બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના ચારડા ગામે ચૂંટણી કર્મચારી પર હૂમલો થયો હતો. મતદાન મથક પર ફરજ બજાવતા સબુસિંહ નામના કર્મચારી ઉપર મવોટીંગ કરવા આવેલા ચાર શખ્સોએ હુમલો કરતાં મતદાન મથકના કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ પોલીસને થતા તેઓ પણ દોડી આવ્યા હતા અને ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.