Not Set/ વડોદરા : ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ મેનેજર રહસ્યમય સંજોગોમાં ગુમ

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એફસીઆઈ)ના આસિસ્ટન્ટ મેનેજર ની છત્તીસગઢ બદલી થતા 26 મી તારીખે ફરજ પર હાજર થવાનું હતું. તે અગાઉ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતા ચકચાર મચી છે. પરિવારજનોએ સયાજીગંજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી છે. એફસીઆઈના વડોદરા યુનિટના આસિસ્ટન્ટ મેનેજર પવનકુમાર શર્માની છતીસગઢ ખાતે બદલી થઇ હતી. નોકરી પર હાજર થવાના […]

Top Stories Gujarat Vadodara

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એફસીઆઈ)ના આસિસ્ટન્ટ મેનેજર ની છત્તીસગઢ બદલી થતા 26 મી તારીખે ફરજ પર હાજર થવાનું હતું. તે અગાઉ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતા ચકચાર મચી છે. પરિવારજનોએ સયાજીગંજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી છે.

એફસીઆઈના વડોદરા યુનિટના આસિસ્ટન્ટ મેનેજર પવનકુમાર શર્માની છતીસગઢ ખાતે બદલી થઇ હતી. નોકરી પર હાજર થવાના 48 કલાક પહેલા એટલે કે 24 મીના રોજ થી જ તેઓ રહસ્યમય રીતે ગુમ થઇ જતા ચકચાર મચી છે. પવનકુમાર નજીકના વર્તુળો મુજબ તેમના પિતા બીમારીના કારણે મરણ પથારીએ છે. અને બીજી બાજુ પરિવારથી વધુ દુર થવાના કારણે ડીપ્રેશનમાં આવી જવાથી આ પગલું ભર્યું હોવાનું હોઈ શકે.

પવનકુમાર પોતાનો મોબાઈલ રૂમ પર મુકીને ગયા છે. તેમનો સંપર્ક ન થતા તેમના મામા સીકર થી વડોદરા દોડી આવ્યા છે. અને સયાજીગંજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. પવન કુમાર 10 વર્ષથી વડોદરામાં નોકરી કરતા હતા 23 મીએ તેઓ રૂમ પાર્ટનર સાથે સુઈ ગયા હતા. પરંતુ બીજી સવારે તેઓ રૂમમાં મળી ન આવતા અને ફરજ પર પણ હાજર થયા ન હતા, તેથી તેઓ ગુમ થતા પોલીસ પણ વિવિધ થીયરી પર તપાસ કરી રહી છે.