Not Set/ ગોંડલનું એક એવું નાનકડું ગામ જ્યાં ઘરે ઘરે લોકોને પીવા મળે છે મીનરલ વોટરની બોટલોનું પાણી

જામવાડી, એક બાજુ ગુજરાતના ઘણાં ગામડાઓમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારે છે. તો બીજી ગોંડલનું એક એવું પ્રગતિશીલ ગામ છે કે જ્યાં લોકોને ઘેર ઘેર મીનરલ વોટર આપવામાં આવે છે. વાત કરીએ ગોંડલ તાલુકાના નાના એવાં જામવાડી ગામની તો જામવાડી ગામની ગણના એક પ્રગતિશીલ ગામમાં કરવામાં આવી રહી છે. આ ગામમાં ગ્રામપંચાયત દ્વારા સરકારની […]

Top Stories

જામવાડી,

એક બાજુ ગુજરાતના ઘણાં ગામડાઓમાં લોકો પીવાના પાણી માટે વલખાં મારે છે. તો બીજી ગોંડલનું એક એવું પ્રગતિશીલ ગામ છે કે જ્યાં લોકોને ઘેર ઘેર મીનરલ વોટર આપવામાં આવે છે.

વાત કરીએ ગોંડલ તાલુકાના નાના એવાં જામવાડી ગામની તો જામવાડી ગામની ગણના એક પ્રગતિશીલ ગામમાં કરવામાં આવી રહી છે. આ ગામમાં ગ્રામપંચાયત દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો અને લોક ભાગીદારીથી ગામનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે.

ગામમાં ભવ્ય પ્રવેશદ્વાર,ચબુતરો, ભૂગર્ભ ગટરો, સિમેન્ટના રોડ રસ્તા, વિસ્તાર અને દિશા સૂચન કરતાં સાઈન બોર્ડ સહિતની લોકોની પ્રાથમિક સુવિધાઓ આ જામવાડી ગામમાં ઉપલબ્ધ છે. ઘેર ઘેર ટ્રેકટર મારફત કચરો ઉઘરાવીને પ્રધાનમંત્રીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આ ગામ સાકાર કરી રહ્યું છે. ત્યારે વાસ્મોની ગ્રામ પંચાયત સંચાલિત  ઘેર ઘેર નળ અને વિના પંમ્પીગે પ્રથમ માળે પાણીની સપ્લાય સહિતની સુવિધાઓ જામવાડી ગ્રામપંચાયત દ્વારા પુરી પાડવામાં આવે છે.

જામવાડી ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલ્લભાઈ ટોળીયાના જણાવ્યા પ્રમાણે ગામમાં સિમેન્ટના રોડ રસ્તા, ભૂગર્ભ ગટરો, સ્ટ્રીટલાઈટ જેવી વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. ગામમાં દરરોજ પાણી આપવામાં આવે છે. ગામ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એવી રીતે વાલ્વ સીસ્ટમ ફિટિંગ કરવામાં આવી છે કે વગર મોટર્સ વડે ઘરના બીજા માળ સુધી  પાણી પહોંચી જાય.

એક એનજીઓના માધ્યમથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ઘરે-ઘરે ફરીને ટ્રેકટર કચરો એકઠો કરે છે એન ગામથી દુર કચરાનો નિકાલ કરવામાં આવે છે જેથી ગામમાં સ્વચ્છતા રહે. ગામમાં કૂપોણ બાળકો ન જન્મ એટલે ગામની મહિલાઓમાં ઘટતા હિમોગ્લોબીનને કારણે દાતાઓના આર્થિક સહયોગથી સાકાર થયેલ મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો.

જેના મારફત વિનામૂલ્યે લોકોને શુધ્ધ મીનરલ વોટર વિનામૂલ્યે પુરુ પાડવામાં આવે છે.જ્યારે ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે રૂપિયા 5 ના ટોકન દરથી 20 લિટર પાણીની બોટલો સપ્લાય કરવામાં આવે છે.જેમને લઈને પ્રગતિશીલ એવા ગોંડલનાં જામવાડી ગામનો વિકાસ અન્ય ગામોને બોધપાઠ આપતો બન્યો છે.

ગામમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓના હિમોગ્લોબીનની અછત દેખાઈ રહી હતી. આ વિષે આરોગ્ય અધિકારીઓના સૂચન પ્રમાણે ગામમાં સારા સ્વચ્છ પાણી માટે આરો પ્લાન્ટ નાખાવામાં આવ્યો. આરોના પ્લાન્ટથી ઘરે ઘરે પાણી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી.

જામવાડી ગામમાં રહેતા હંસાબેનનું કહેવું છે કે અમારા ગામમાં ઘરે-ઘરે મિનરલ વોટર આપવામાં આવે છે. ગામ ટ્રેકટર વડે ઘરે ઘરે પાણી પહોંચડવા માટે રૂપિયા 5 ના ટોકન દરથી 20 લિટર પાણીની બોટલો સપ્લાય કરવામાં આવે છે. થયેલ મિનરલ વોટર પ્લાન્ટ પર વિનામૂલ્યે લોકોને શુધ્ધ મીનરલ પુરુ પાડવામાં આવે છે.