Not Set/ ગોંડલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી, રૂપિયા 35 કરોડની કિંમતની મગફળીનો નાશ

ગોંડલ રામરાજ્ય મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સાંજના સમયે ભભૂકી ઉઠેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવને પગલે ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ, રાજકોટ સહિતના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. તેમ છતાં રાતે લાગેલી આગ પર  હજુ સુધી કાબૂ […]

Gujarat
mgfdi ગોંડલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી, રૂપિયા 35 કરોડની કિંમતની મગફળીનો નાશ

ગોંડલ રામરાજ્ય મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સાંજના સમયે ભભૂકી ઉઠેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ બનાવને પગલે ગોંડલ, જેતપુર, ધોરાજી, જસદણ, રાજકોટ સહિતના ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.

તેમ છતાં રાતે લાગેલી આગ પર  હજુ સુધી કાબૂ મેળવવો નથી. આ સાથે જ ગોડાઉનમાં રાખેલી મગફળી બળીને ખાખ થઇ છે. એક બોરીમાં 35 કિલો મગફળીનો જથ્થો ભરવામાં આવે છે.

mgfdddi ગોંડલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી, રૂપિયા 35 કરોડની કિંમતની મગફળીનો નાશ

આ બોરીની ખરીદી 1575ની થયેલ છે, જેમાં 225 રૂપિયા ખર્ચ ચડતા સરકારને એક બોરીની પડતર 1800 રૂપિયા થવા પામી છે. ત્યારે બે લાખ બોરી મગફળી બળીને ખાખ થઈ જતા  આ મગફળી અંદાજે રૂપિયા 35 કરોડની કિંમતનો નાશ થયો છે.

mgfdddis ગોંડલ મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી, રૂપિયા 35 કરોડની કિંમતની મગફળીનો નાશ

તો બીજી તરફ આ બનાવમાં રાજકોટ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ એફેસીએલ,મેજિસ્ટ્રીયલ તપાસના આદેશો આપ્યાં હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.